જીવરાજ મહેતા હોસ્પિટલ વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી ડકટ બનાવવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, વાસણા વોર્ડમાં જીબી શાહ કોલેજ થી કેનાલ તરફ થઈ નદીના ડાઉન સ્ટ્રીમ માં નિકાલ પામતી મુખ્ય ડક્ટ ની સાઇઝ અંદાજે 3.5 મીટર પહોળી અને 3.0 મીટર ઉંડી છે.જે અગાઉ 2019 માં કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.પરંતુ કેટલીક જર્જરિત મિલકતોના કારણે તે સમયે કામ બાકી રાખવામાં આવ્યું હતું જે હવે 5 પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
વાસણા વોર્ડની ડકટ લાઈનમાં નવી આર.સી.સી. દીવાલ બનાવવા માટે 2019 માં કરવામાં આવેલી કામગીરી પૈકી વોર્ડમાં આવેલ સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ પૂનમ પરીના ફ્લેટ વાળા પટ્ટામાં જ્યાં રહેણાંક મિલકત ની કન્ડિશન જર્જરીત હોવાથી જે તે સમયે આ કામગીરી બાકી રાખવામાં આવી હતી. અહીં
આશરે ૨૦૦ મીટર લંબાઈની કામગીરી માં જૂની ડકટ ની સાઇઝ મુજબ 2.5 મીટર પહોળી અને 2.5 મીટર ઊંડી ડક્ટ છે. જેથી આ 200 મીટર જેટલી લંબાઈની ડક્ટની કામગીરી દરમિયાન વધુ પડતું વાઇબ્રેશન ન આવે તેમ જ રહેણાક સંકુલને નુકસાન ન થાય તે માટે આધુનિક મશીનરી જેમ કે ડાયમંડ કટર વગેરે દ્વારા ખોદાણની કામગીરી નો સમાવેશ કરી નવેસરથી કામ કરવામાં આવશે.
આ ડકટ લાઇન મારફતે અપ સ્ટ્રીમ માં માણેકબાગ – શ્રેયસ બ્રિજ – જયદીપ ટાવર – જીવરાજ મહેતા હોસ્પિટલ – વાસણા ગામ થી જીબી શાહ કોલેજ – કેનાલ – નદીની ડાઉન સ્ટ્રીમમાં વરસાદી પાણીનો નિકાલ થાય છે. હાલની કામગીરીમાં હયાત duct ને 3.50 x 3.00 mtr ની duct આશરે 200 મીટર લંબાઈ માં બનાવવામાં આવશે.જેનો અંદાજિત ખર્ચ 4 કરોડ (duct બન્યા બાદ રોડ રિસરફેસ ની કામગીરી ના ખર્ચ સાથ) રૂ. ની જોગવાઇ કરવામાં આવી હતી.પરંતુ ટેન્ડર જાહેર કર્યા બાદ અંદાજિત કિંમત કરતા ત્રણ ટકા ઓછા ભાવ થી કામ આપવા માટેની દરખાસ્ત કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે.