માણેકનાથ મંદિર લોટોલ ખાતે ૧૬ મો પાટોત્સવ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, માણેકનાથ મંદિર લોટોલ ખાતે તારીખ ૨૨-૨-૨૦૨૫ ને શનિવાર તથા ૨૩-૩-૨૦૨૫ એમ બે દિવસે ૧૬ મો પાટોત્સવ મંદિરના મહંત શ્રી શ્રવણ ભારતી મહારાજ ગુરુ શ્રી રાજભારતીજી મહારાજ ના માર્ગદર્શન તળે રંગે ચંગે સંતો મહંતો અને હજારો ભક્તોની હાજરીમાં યોજાયો. જાણે લોટોલના આંગણે નાનો કુંભ મેળો યોજાયો.
રાજસ્થાનના ધુમડાના મહંત પ.પૂ. મહંત શ્રી ૧૦૦૮ રાજ ભારતીજી મહારાજ , કનીરામદાસજી મહારાજ વડવાળા મંદિર દુધરેજવાળા, પ.પૂ. મહંત શ્રી જય રામગીરીજી મહારાજ વાળીનાથ અખાડા તરભવાળા,
પ.પૂ. સંત શ્રી વેલજી બાપા અલખ દરબાર આશ્રમ અરઠી વાળા, મંગલ પુરી મહારાજ દેવદરબાર ગંભીરપુરા ઈડર વાળા તથા સમીરગીરી મહારાજ માણેકનાથ મંદિર શ્યામનગર વાળા પરબતરામ મહારાજ સોળસંડા આશ્રમ વાળા, રામદાસ મહારાજ વિરેશ્વર વાળા તથા અન્ય નામી અનામી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસ શનિવારે સવારે ૧૦ કલાકે મહારુદ્રયાગ યજ્ઞ આચાર્ય શ્રી રાજીવ કુમાર બી. જોષી દ્વારા શાસ્ત્રોત વિધિથી શરૂ થયો હતો બપોરે ૧૨-૧૫ કલાકે ધજા રોહણ કરાયું હતું. મહાપુજા બપોર એક કલાકે તથા મહા આરતી સાંજે પાંચ કલાકે કરવામાં આવી હતી. રાત્રે ૯ કલાકે કલાકાર રબારી વાઘજીભાઈ વાટકા દ્વારા ડાયરો યોજાયો હતો.
બીજા દિવસે ૨૩-૨-૨૫ ને રવિવારના રોજ સવારે નવ કલાકે જીતપુર ચાર રસ્તા થી સંતો મહંતશ્રીઓ દાતાશ્રીઓ તથા મહેમાનો સાથે ભવ્યાતિભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને આ શોભાયાત્રા માણેકનાથ મંદિર લોટોલ આવી હતી.
શનિવાર તથા રવિવાર બંને દિવસે આસપાસના એરિયામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સંતોમાં ભક્તો આવ્યા હતા અને બે દિવસ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. સૌને સુંદર ભોજન પીરસાયુ હતું.