Western Times News

Gujarati News

કુવૈતની બિલ્ડિંગમાં આગને કારણે ૪૦ ભારતીયોના મોત, ૩૦થી વધુ ગંભીર

ઈમારતના માલિકની ધરપકડ કરવાનો આદેશઃ કંપની અને ભવન માલિકોની લાલચનું પરિણામઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ દુખ વ્યક્ત કર્યુંઃ મૃતકોમાં મોટાભાગના શ્રમજીવીઃ મૃત્યુઆંક વધવાની દહેશત

(એજન્સી)મંગફ, ખાડી દેશ કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે જેમાં ૪૦ ભારતીયો છે. જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુવૈત ઓથોરિટીનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આગનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

વહેલી સવારે લાગેલી આગને કારણે મંગફ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે છ માળની હતી અને નીચે રસોડામાંથી લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી જતા કેટલાંક શ્રમિકો ઊંઘમાં જ ગૂંગળાઈ મર્યા હતા. આ બિલ્ડિંગમાં મોટાભાગના ભારતીયો શ્રમિકો રહેતા હતા. આ સમગ્ર ઘટનામાં બિલ્ડિંગના માલિકની પણ ઘોર બેદરકારી બહાર આવી છે.

અને સ્થાનિક સરકારે તાત્કાલિક આ અંગે જવાબદારો સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ, ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનામાં તાત્કાલિક હેલ્પ લાઈન નંબરની જાહેરાત કરી હતી અને કુવૈત સ્થિત ભારતીય એમ્બેસીના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

બિલ્ડિંગમાં આગ સ્થાનિક સમય અનુસાર ૪ વાગ્યે લાગી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો ઉંઘતા હતા જેને કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો હતો. આ બિલ્ડિંગ એક ઔધોગિક પ્લાન્ટમાં કામ કરનારા લોકો માટે લેબર કેપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મલયાલી ભાષી લોકો પણ રહે છે. આગ એટલી ભીષણ હતી કે ડરને કારણે લોકો બારીમાંથી નીચે કુદી પડ્‌યા હતા. જીવ બચાવવાના પ્રયાસમાં પણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ દૂર્ઘટનામાં ૫૦ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. ઘાયલોમાંથી પણ કેટલાકની હાલત ગંભીર છે. કુવૈતમાં આગની ઘટનામાં ૪૦ લોકોના મોત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

કુવૈતના મંગફમાં ભારતીય લેબર કેમ્પની બિલ્ડિંગમાં આગ કેવી રીતે અને ક્યાંથી લાવી હતી તથા તેમાં મજૂરો કેમ ન બચી શક્યાં? તેને લઈને હવે ખુલાસો થયો છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં મોટાભાગના ભારતીય મજૂરો હતો અને તેઓ એક જ કંપનીના હતા. બિલ્ડિંગ ૬ માળની છે અને નીચેના માળે રસોડામાં ખાવાનું બનાવતી વખતે આગ લાગી હતી જે જોતજોતામાં ૬ માળ સુધી ફેલાઈ ગઈ હતી.

વહેલી સવારનો સમય હોવાથી મજૂરો ઊંઘમાં હતા અને તેમને આગ લગવાની ખબર પડી નહોતી, આગ લાગતાં આખી બિલ્ડિંગ ધૂમાડાથી ભરાઈ ગઈ હતી જેમાં ગૂંગળામણને કારણે મોટાભાગના મજૂરોના મોત થયાં હતા.

ખાડી દેશ કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે છ માળની ઈમારતમાં ભયાનક આગી લાગી હતી જેમાં ૪૦થી વધુ ભારતીયોનો મોત થયાં હતા તથા ઘણા દાઝ્યાં હતા જેમની હાલત ઘણી ગંભીર છે તેથી મોતનો આંકડો વધી શકે છે. બિલ્ડિંગમાં લગભગ ૧૬૦ લોકો રહેતા હતા, જેઓ એક જ કંપનીના કર્મચારી છે.

કુવૈતના ઈન્ટિરિયર મિનિસ્ટર શેખ ફહાદ અલ-યુસુફ અલ-સબાહે પોલીસને મંગાફ બિલ્ડિંગના માલિક અને બિલ્ડિંગના ચોકીદાર અને કામદારો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ઘટનાસ્થળની મુલાકાત બાદ મંત્રીએ એવું કહ્યું કે આજે જે કંઈ થયું તે કંપની અને ભવન માલિકોની લાલચનું પરિણામ છે.

ઉલ્લેખનીય છે કૂવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે જે ઠેકાણે આગ લાગી હતી તે પણ ભારતીય મજૂરોનો વિસામો હતું. કુવૈત શહેરમાં આગની ઘટના પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે એક્સ પર કહ્યું, ‘આગની ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અહેવાલ છે કે ૪૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦ થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે.

અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુઃખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે. બીજીબાજુ, આ તમામ શ્રમિકોના પરિવારો ભારતમાં રહેતા હોવાથી તેઓ પણ ચિંતાતુર બની ગયા છે અને સતત આ અંગે પૂછપરછ કરી રહ્યાં છે. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કુવૈતના પ્રશાસન તંત્રે તાત્કાલિક તમામ બિલ્ડિંગોમાં તપાસનો આદેશ આપી દીધો છે.

53 people killed and 40 injured in a Mangaf building fire in Kuwait‘s Southern Ahmadi Governorate. 5 among those killed are Indian. Indian Ambassador to Kuwait has left for the labour camp where fire erupted. Kuwait Govt orders massive demolition of illegal buildings.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.