Western Times News

Gujarati News

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘શિવદર્શન નગરી’નું મંગલ ઉદઘાટન સંપન્ન થયું

અમદાવાદ, તારીખ ૧૦ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ બ્રહ્માકુમારીઝ દ્વારા ગણેશ હાઉસિંગ ગ્રાઉન્ડમાં થલતેજ ખાતે ‘શિવદર્શન નગરી’ ગેલેરીનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું.
ભ્રાતા કૌશિકભાઈ પટેલ (પૂર્વ મહેસુલ મંત્રી, ગુજરાત રાજ્ય), બ્રહ્માકુમારી વેદાંતીબેન (રીજીયોનલ ડાયરેક્ટર, બ્રહ્માકુમારીઝ-આફ્રિકા) તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિવ પિતા પરમાત્માનો ધ્વજ લહેરાવવામાં આવ્યો. ૩૫’ ઊંચા શિવલિંગની શિવસ્તુતિ સાથે સૌ મહેમાનોએ આરતી ઉતારી શિવનગરી મેળાનું મંગલ દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શુભેચ્છા આપતાં ભ્રાતા કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે, દેવોના દેવ મહાદેવ શિવની આરાધનાનું મહાન પર્વના કાર્યમાં જાેડાવવાની મને ઘણી ખુશી છે. વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય બ્રહ્માકુમારીઝ સંસ્થા સુંદર કરી રહેલ છે. જે સરાહનીય છે.

રાજયોગિની જવેદાંતીબહેને અમદાવાદ મહાનગરમાં આયોજિત ‘શિવ અવતરણ મહોત્સવ’ની પૂર્ણ સફળતાની શુભકામના પ્રગટ કરી. શિવદર્શન નગરીમાં સુંદર સુશોભિત વિભિન્ન મંડપ જેમ કે, સ્વર્ણિમ ભારત દર્શન, ૧૨ જયોતિર્લિંગ, રાજ્યોગ પ્રદર્શન અને જુદા જુદા મૂલ્ય સભર વેલ્યુગેમ મંડપના સૌએ દર્શન કર્યા અને ‘રાજયોગ અનુભૂતિ’ દ્વારા શિવ પિતાની સાથે સાનિધ્યનો અનુભવ કર્યો. બ્રહ્માકુમારીઝ સંસ્થાના મીડિયા પ્રવક્તા બ્ર.કુ. ડૉ. કાલિદાસભાઈએ જણાવ્યું કે, ‘શિવનગરીના દર્શન’ તથા ‘રાજયોગ શિબિર’નો લાભ નગરજનો સવારે ૯.૦૦ થી રાત્રિ ૯.૦૦ દરમ્યાન વિના મુલ્યે કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.