મેંગલુરુ વિસ્ફોટ મામલોઃ કર્ણાટક પછી વધુ બે રાજ્યોમાં પહોંચી તપાસ
તિરુવનંતપુરમ, કર્ણાટકના દરિયાકાંઠાના શહેર મેંગલુરુમાં ૧૯ નવેમ્બરે થયેલા વિસ્ફોટની તપાસ હવે અન્ય બે રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ છે અને કેરળ અને તમિલનાડુમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મેંગલુરુ બ્લાસ્ટ કેસનો મુખ્ય શકાસ્પદ વૈશ્વિક આતંકવાદી સંગઠનથી પ્રભાવિત હતો અને તેણે તાજેતરમાં જ તમિલનાડુ અને કેરળની મુલાકાત લીધી હતી. હાલ પોલીસ બંને રાજ્યોમાં તેના સ્થાનિક સંપર્કોની તપાસ કરી રહી છે.
મેંગલુરુ બ્લાસ્ટનો આરોપી મોહમ્મદ શારિક શનિવારે એક વિસ્ફોટમાં દાઝી ગયો હતો. કર્ણાટકના અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે સોમવારે કહ્યું, તેનો માસ્ટરમાઇન્ડ સુદગુંટેપલ્યા (બેંગ્લોર)નો અબ્દુલ મતિન તાહા છે, જેના પર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
તમિલનાડુ પોલીસ એ પણ શોધી રહી છે કે રાજ્યમાં શારિકનો કોઈ સાથી છે કે કેમ. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એ સ્પષ્ટ થયું છે કે શારીકે ઉટીના રહેવાસી સુરેન્દ્રનના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદ્યું હતું. તેણે કહ્યું હતું કે શારિક સપ્ટેમ્બરમાં કોઈમ્બતુરમાં રોકાયો હતો અને તેનું અહીં રોકાણ કોઈ ગુનાહિત ષડયંત્રનો ભાગ હતું કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગયા મહિને કોઈમ્બતુરમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ સુરેન્દ્રનની પૂછપરછ કરી રહી છે. સુરેન્દ્રન પણ એ જ ડૉરમેટરીમાં રહેતો હતો જેમાં શારિક રોકાયો હતો અને શારિકે આધાર કાર્ડ મેળવવા માટે સુરેન્દ્રન સાથે મિત્રતા કરી હતી.
દરમિયાન, મેંગલુરુ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલા કર્ણાટક પોલીસ અધિકારીઓની એક ટીમ શારિકના સંપર્કોને શોધવા માટે કેરળના એર્નાકુલમ પહોંચી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની ગુપ્તચર શાખા પણ આ સંદર્ભે તપાસ કરી રહી છે.SS1MS