દક્ષિણ ભારતમાં હિન્દુ એક્ટિવિસ્ટની હત્યાથી ભારે તંગદિલી

(એજન્સી)મેંગલુરુ, દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં ગુરુવારે સાંજે એક હિન્દુ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સુહાસ શેટ્ટી તરીકે કરી છે. સુહાસ ફાઝિલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો અને તેની સામે અન્ય ઘણા ગુનાહિત કેસ પણ ચાલી રહ્યા હતા.
ફાઝિલ હિન્દુ કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારુની હત્યાનો મુખ્ય આરોપી હતો. પ્રવીણની ક્રૂર હત્યા પછી, ૨૮ જુલાઈ ૨૦૨૨ ના રોજ સુરતકલમાં ફાઝિલની હત્યા કરવામાં આવી હતી અને સુહાસ શેટ્ટી આ કેસમાં મુખ્ય આરોપી હતો.
તેમને તાત્કાલિક એ.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.
મેંગલુરુ શહેર પોલીસે કહ્યું છે કે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શક્્ય તમામ પગલાં લેવામાં આવશે અને તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ માહિતી શેર કરવામાં આવશે. પોલીસે હુમલાખોરોની ઓળખ કરી લીધી હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. મેંગલુરુ સુહાસ શેટ્ટી હત્યા કેસના સંદર્ભમાં મેંગલુરુમાં ૬ મે સુધી પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.