Western Times News

Gujarati News

શરીરમાં B12ની ઉણપ છેઃ ગોટલીમાંથી બનાવેલો જયુસ વિટામીન B12 થી ભરપૂર છે

વડોદરાના સંશોધકે ‘ગોટલી’ પર મેળવી પેટન્ટ-ગુજરાતમાં લગભગ ર૭% લોકો વિટામીન ૧રની ઉણપથી પીડાય રહયા છેઃ જેમાં સૌથી ઓછા સુરતમાં ૧પ% અને સૌથી વધુ અમદાવાદમાં ૩પ%

(એજન્સી)વડોદરા, નામ છે ‘કેરી’ છતાં પણ કહેવાય છે કે ફળોનો રાજા ! તો કઈ એમ જ રાજા નહી કહેવાયો હશે ને! ઉનાળાની સીઝન ભલે ગરમી કે પછી વેકેશનની સીઝન તરીકે જાણીતી હોય પરંતુ ઉનાળાને કેરીની સીઝન તરીકે પણ કોઈ નકારી ન શકે. આજે આપણે આ લેખમાં કેરીના એવા મહત્વ વિશે જાણીશું કે કેરીને ખરેખર ફળોનો રાજા બનાવે છે. એક પ્રખ્યાત કહેવત છે કે ‘આમ કે આમ, ગુટલીઓ કે દામ’ તો કદાચ આ ગોટલીફ જ છે કે જે કેરીને રાજા બનાવે છે.

વડોદરાના સંશોધનકર્તા એ કેરીની ગોટલીનો રસને કેન્દ્ર સરકાર તરફથી પેટેન્ટ કરાવ્યો છે. જેને સ્થાનીક નામ ગુટલી આપ્યું છે કેરીની આ ગોટલીને ગ્રાઈન્ડીગ કશીગ ફીલ્ટરીસ અને બેચ પેસ્ટયુરાઈઝેશનની પ્રોસેસ કર્યા પછી જાણવા મળ્યં છે કે આ ગોટલીનું જયુસ વિટામીન બી૧ર થી ભરપુર છે. આ ગોટલીનો રસ વિટામીન બી ૧ર ની ઉણપ ધરાવતા શાકાહારીઓ માટે આશીર્વાદ સમાન છે.

વડોદરા સ્થિત એક જાણીતો યુનિવસીટીના ડેરી અને ફુડ ટેકનોલોજી વિભાગના હેડ પ્રોફેસર વિજય દત્તારાવ કેલે, એ જણાવ્યું કે ગુજરાતમાં બી૧ર ની ઉણપ ધરાવતા ખાસ કરીને સુરત, વડોદરા, અમદાવાદના શાકાહારી લોકો પર થયેલા એક રીસર્ચ આ પ્રોજેકટ વેગ આપ્યો છે.

આ રીસર્ચ પેપરમાં બહાર આવ્યું છે. કે ગુજરાતમાં લગભગ ર૭% લોકો વિટામીન બી૧ર ની ઉણપથી પીડાય રહયા છે. જેમાં સૌથી ઓછા સુરતમાં ૧પ% અને સૌથી વધુ અમદાવાદમાં ૩પ% છે. માંસાહારી લોકો કરતાં શાકાહારીઓ વધુ છે.

કેલે તેની એક સ્ટુડન્ટસ સાથે મળીને એક પ્લાન્ટ બેસ્ટ સપ્લીમેન્ટ તૈયાર કરવા માટે ગોટલી પર કામ કરવાનું શરૂ કર્યું છે. જે શાકાહારીઓઅમાં રહેલી બી૧રની ઉણપમાં કામ આઅવી શકે. રીસર્ચ કરી રહેલી ટીમે ગોટલીને ૧ર કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખી, તેની છાલ કાઢીને તેને ક્રશ કરી નાખી. ત્યાયર બાદ તેને ગાળી લેવામાં આવી.

ત્યાર બાદ તેને બેચને અડધો કલાક સુધી ૬૩ ડીગ્રી પર પેશ્યુરાઈઝડ પ્રોસેસ કરી અને બાદમાં ૪ ડીગ્રી સુધીને તેને ઠંડુ કર્યું અને પીઈટી બોટલમાં પેક કર્યું.
ત્યારબાદ નમુનાઓ આણંદ-મુખ્ય મથક નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને નવી મુંબઈ સ્થિત ઓટોકલ સોલ્યુશન્સ પ્રાઈવેટ લીમીટેડની સીએએલએફ સહીતની એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં એનાલીસીસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

કેલેએ જણાવ્યું કે, અમારી પેટન્ટ પદ્ધતિ દ્વારા કેરીની ગોટલીમાંથી કાઢવામાં આવેલા રસના ૧૦૦ એમઅલ માં વિટામીન બી૧ર આ ર.૪ માઈક્રોગ્રામ કરતાં ઘણું વધારે છે. જે પુખ્ત વયના લોકોમાં વિટામીન બી૧રની જરૂરીયાયત છે. વિટામીન બી૧ર માટે ભલામણ કરેલ આહાર ભથ્થું લોહીના સ્વાસ્થ્યને જાળવવા અને લોહીના પ્રવાહમાં વિટામીન બી૧ર નું સ્તર હાંસલ કરવા માટે જરૂરી રકમના આધાર નકકી કરવામાં આવે છે.

એસએસપીના નાણાકીય સહાય મેળવવા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટીના ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીના નિષ્ણાતોની સ્કીનીગ કમીટી દ્વારા પ્રોજેકટની પસંદગીની પણ કરવામાં આવી છે.

તેમણે કહયું કે ચોકલેટ, સ્ટ્રોબેરી કેસર અને એલચીના ફલેવર્ડ ગેરીયન્ટસ પણ ડેવલોપ કરવામાં આવ્યા છે. વધુમાં કહે છે કે અમે ગ્રાહકોના સ્વાદની રૂચીને ધ્યાનમાં રાખીને વધુ સારો અનુભવ આપવા માટે દેશની સૌથી પ્રિય કેરીની જાતોમાંની એક આલ્ફોન્સો કેરીની ગોટલીનો ઉપયોગ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.