માનગ્રુપે દહેજમાં ઉત્પાદન એકમ શરૂ કર્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ફ્રેગ્રન્સ અને ફ્લેવર્સના ઉત્પાદનમાં ફ્રાન્સની વૈશ્વિક આગેવાન માન આજે ગુજરાતના દહેજમાં નવા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.૨૦,૫૦૦ ચો.ફૂટમાં પથરાયેલું આ નવું એકમ ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) ખાતે સ્થિત છે
અને ભારતમાં કંપની માટે સૌથી વિશાળ ઉત્પાદન એકમ છે.પ્લાન્ટનું ઉદ્દઘાટન માન ગ્રુપના ચેરમેન જીન માન દ્વારા માન ગ્રુપના એશિયા પેસિફિકના ડાયરેક્ટર બર્નાર્ડ લેનોડ અને માન ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર સુમિત દાસગુપ્તા સાથે ઉદ્દઘાટન કર્યું હતું.
આધુનિક ટેકનોલોજી અને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સમૃદ્ધ માન ના નવા પ્લાન્ટનું લક્ષ્ય ભારતીય અને એપીએસી પ્રદેશમાં ફ્લેવર અને ફ્રેગ્રન્સ માર્કેટ્સમાં વધતી માગણીને પહોંચી વળવાનું છે.કંપનીએ નવો પ્લાન્ટ સ્થાપવા માટે ૨૧ મિલિયન યુરોનું રોકાણ કર્યું છે.પ્લાન્ટની આરંભિક ઉત્પાદન ક્ષમતા ફ્લેવર માટે ૨૦૦૦ ટન અને ફ્રેગ્રન્સ માટે ૩૦૦૦ ટન છે.
જેમાં ભવિષ્યમાં બજારની વૃદ્ધિ થાય તેમ વિસ્તરણનો પૂરતો અવકાશ છે.આ નવું એકમ ભારતમાં માનનું બીજું ઉત્પાદન એકમ છે.જ્યારે હૈદરાબાદ, તેલંગાણામાં તેનું પ્રથમ એકમ મોજૂદ છે. આ અવસરે માન ઈન્ડિયા પ્રા.લિ ના મેનેજિંગ ડાયરેક્ટર સુમિત દાસગુપ્તાએ જણાવ્યું હતું કે
“અમને ભારતમાં અમારું બીજું અને સૌથી વિશાળ એકમ શરૂ કરવાની ખુશી છે.માન ભારતીય ફ્રેગ્રન્સ અને ફ્લેવર બજારમાં એકધારી અને નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામી રહી છે.આ પ્રવાસને ટેકો આપવા માટે અમે અમારી હાજરી વિસ્તારી છે અને દહેજ ભારતીય બજારમાં વૃદ્ધિ પામવા અને વિસ્તરણ કરવા માટે કોઈપણ ઉત્પાદન વેપાર માટે સુચારુ સ્થળ માંથી એક છે.
બંદરોને આસાન કનેક્ટિવિટી સાથે ભારતના સૌથી વિશાળ રસાયણ ઝોન માંથી એક તરીકે દહેજ દેશમાં અમારી પહોંચ વધારવા અમારે માટે વ્યૂહાત્મક રીતે યોગ્ય પગલું છે.કુશળ માનવબળની ઉપલબ્ધતા અને કાચા માલના પુરવઠાકારોને પહોંચક્ષમતા ગુજરાતમાં અમારા પ્રવેશમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાં અમુક અન્ય મુખ્ય પરિબળ માંથી એક છે.