Western Times News

Gujarati News

મણીનગર સ્ટેશન પાસે બુલેટ ટ્રેનની કામગીરીથી રસ્તો સાંકડો બનતા ટ્રાફિકની સમસ્યા

File Photo

AMTS બસ સ્ટેન્ડ પર લાલબસના સ્ટાફની પ્રશંસનીય કામગીરી: પોલીસનો અભિગમ સરાહનીય

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. અત્યંત ચોકસાઈથી અધિકારીઓની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થતી કામગીરીને મણીનગર રેલ્વે સ્ટેશન પાસે જોઈ શકાય છે. બુલેટ ટ્રેનની કામગીરીમાં કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રસ્તાને થોડો કવર કરી લેવામાં આવ્યો છે.

જે બાબત સરાહનીય છે પરંતુ બુલેટ ટ્રેનની ચાલતી કામગીરીને કારણે ટ્રાફિકને અડચણ પડી રહી છે. પરંતુ આ સમજી શકાય તેવી વાત છે. ખાસ તો મણીનગર રેલ્વે સ્ટેશનની સામે લાલબસોનું સ્ટેન્ડ આવેલું છે અહીંયાથી અલગ અલગ વિસ્તારોમાં જતી બસ ઉપડે છે તદ્‌ઉપરાંત અહીથા ઓટો રીક્ષા દ્વિ-ચક્રી વાહનો, ફોર-વ્હીલર્સ પસાર થતા હોવાથી રસ્તો સાકંડો પડે છે અને ટ્રાફિકજામ થઈ જાય છે.

પરિસ્થિતિની ગંભીરતાને સમજી ગયેલા મણીનગર એ.એમ.ટી.એસ.ના સ્ટાફના અધિકારીઓ સવારથી જ ત્યાં મેદાનમાં ઉતરી આવે છે. સતત ટ્રાફિક વ્યવસ્થાપન કરતા જોવા મળે છે. બસોને ક્રમબધ્ધ ઉભી રખાવે છે તો લાલબસના ડ્રાઈવર- કંડકટરો પણ પોતાની બસને બસ સ્ટેન્ડમાં કતારબધ્ધ ઉભી રાખે છે. રાત્રીના સમયે ટ્રાફિક વધારે રહેતો હોવાથી આગળની બાજુએ લાઈનમાં બસો ઉભી રાખે છે.

સાંજના સમયે અહીંયા ટ્રાફિક વધારે હોવાથી ટ્રાફિકજામ થાય છે. પરંતુ પી.સી.આર. વાન પણ સ્થાનિક જગ્યાએ ઉભેલી હોય છે અને તેઓ પણ ટ્રાફિક સુપેરે નીકળે તે માટે કવાયત કરે છે આ ઘણી આવકારદાયક વાત છે તેમ છતાં જો આ સ્થળ પર અલગ અલગ ડયુટીમાં એલ.આર.ડી.ના જવાનોને ઉભા રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે છે.

જયાં સુધી બુલેટ ટ્રેનની કામગીરી પુરી નહી થાય ત્યાં સુધી થોડીક તકલીફ રહેશે પણ જો સ્વયંભૂ શિસ્તની ભાવના વાહનચાલકોમાં જોવા મળશે તો ટ્રાફિક ભારણ ઘટી શકે છે નજીકમાં ટ્રાફિક પોલીસનું બુથ પણ છે તેથી પીકઅવર્સ દરમિયાન થોડી તકેદારી રખાય તો મણીનગર વિસ્તારના નાગરિકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને પણતકલીફ ઓછી પડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.