મણિનગર સ્વામિનારાયણ ગાદી દ્વારા ફ્લોરિડા ખાતે ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા
અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી
તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઓકાલા, ફ્લોરિડામાં શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર, ઓકાલા – ફ્લોરિડા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર ઓપનીંગ સેરેમની પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પધારેલા મેયર મિ. કેન્ટગુન, શેનીફ હેડ મિ. બીલીવુડ, સ્ટેટ સેનેટર ડેનીસ બેકસલી, જેફગોલ્ડ કાઉન્ટી કમિશ્નર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું. તેમજ ઓકાલાના રાજમાર્ગો પર નગરયાત્રા પણ નીકળી હતી.
નૂતન મંદિરનું કુલ પરિસર ૧૨ એકર છે. જેમાં ૨૨,૦૦૦ સ્કે. ફૂટનું બાંધકામ કરવામાં આવેલ છે તેમજ મંદિર શિખરોથી સુશોભિત છે. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, વિજયભાઈ પટેલ, પુરુષોત્તમદાસ પટેલ, બળદેવભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.