Western Times News

Gujarati News

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો

maninagar swaminarayan rathyatra

અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ ખેંચવાની સેવા કરી હતી જેને આજે ૨૨૪ વર્ષ થયાં ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન,

શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ વારસદાર પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્‌ગુરુ સંતોના પુનિત સાનિધ્યમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે મોટેરા સદ્‌ગુરુ સંતોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી. આ પાવનકારી અવસરના દર્શનનો લ્હાવો દેશ દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.