Western Times News

Gujarati News

હેરાફેરીઃ તબુને ઘરે પરત ફરવા જેવો અનુભવ

મુંબઈ, તબુ ‘હેરાફેરી’માં પ્રિયદર્શન સાથે કામ કરી ચૂકી છે અને હવે ફરી વખત તે ‘ભૂતબંગલા’માં એક મહત્વનો રોલ કરી રહી છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.

તાજેતરમાં તબુએ ‘હેરાફેરી’ના વર્ષાે પછી ફરી આ જોડી સાથે કામ કરવાના અનુભવો વિશે વાત કરી હતી. તબુએ ૨૦૦૦માં આવેલી એ ફિલ્મમાં અનુરાધા નામની છોકરીનો રોલ કર્યાે હતો અને તે સુનિલ શેટ્ટીની પ્રેમિકા હતી.

પોતાના અનુભવો અંગે તબુએ કહ્યું કે તેને આ જોડી સાથે કામ કરીને ઘેર પાછી આવી હોય એવું લાગે છે. તાજેતરના ઇન્ટરવ્યુમાં તબુએ કહ્યું, “હું બહ જ ઉત્સુક છું કારણ કે એક્તા કપૂર સાથે ‘ક્‰’માં કામ કર્યાં પછી હવે, ૨૦૦૦ પછી હું અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે કામ કરી રહી છું.

આ બહુ વિચિત્ર છે કારણ કે મને જાણે ઘેર પાછી જતી હોય એવું લાગે છે. મેં ઘણા વર્ષાેથી અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે કામ કર્યું નથી. આ પાછલા વર્ષાેમાં હું અક્ષયને તો મળી પણ નથી, છતાં તેની સાથે કામ કરવામાં હું બહુ સહજ હોઊં છું. મને બિલકુલ એવું નથી થતું કે હે ભગવાન, કશુંક નવું શરૂ કરવાનું છે કારણ કે આ લોકોને હું ઘણા સમયથી ઓળખું છું.

હું એ જોવા ઉત્સુક છું કે એમની સાથે આટલા વર્ષાે પછી કામ કરવાનું કેવું લાગે છે. મને તો ઘર જેવો જ અનુભવ થાય છે.”તબુએ ગયા મહિને જાહેર કર્યું હતું કે તે ‘ભૂત બંગલામાં’ કામ કરી રહી છે. તેણે ભૂત બંગલા લખેલાં ક્લેપબોર્ડની તસવીર શેર કરી હતી.

તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘અમે અહીં બંધ છીએ.’ તબ્બુ, અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે આ ફિલ્મમાં વામિકા ગબ્બી, રાજપાલ યાદવ અને ગોવર્ધન અસરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.