અમે સ્કૂલ નહિ પરંતુ માતા સરસ્વતીનુ મંદિર સ્થાપિત કર્યુઃ મનીષ સિસોદિયા
નવીદિલ્હી, આપ સરકાર દિલ્લીમાં શિક્ષણ નીતિને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીના જનકપુરીમાં શાળાનુ ઉદ્ઘાટન કરીને બાળકોને ભેટ આપી છે. દેસુ કોલોનીમાં મુખ્યમંત્રી દ્વારા આ શાળા બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા.
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમે શાળા નથી બનાવી પરંતુ માતા સરસ્વતીના મંદિરની સ્થાપના કરી છે. તેમણે કહ્યુ કે જ્યાં આ સ્કૂલ બની છે તે જમીન હડપ કરવામાં ઘણા મોટા લોકો લાગેલા હતા પરંતુ અમે કહ્યુ છે કે જ્યાં સ્કૂલ હશે ત્યાં સ્કૂલ જ બનશે અને સીએમ અરવિંદનું માનવુ છે કે
ભારત વિશ્વનો નંબર વન દેશ બને અને આ વિચાર ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે શિક્ષણના માર્ગ પર ઝડપથી ચાલીશુ. શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે આ શિક્ષા મંદિર શરૂ થવાથી બાળકોને સારુ શિક્ષણ મળશે અને દરેક ગરીબ બાળકને સારુ શિક્ષણ મળે તેવો અમારો પ્રયાસ છે.
મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યુ કે આજે કેટલાક લોકો એક ષડયંત્ર હેઠળ સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી રહ્યા છે પરંતુ અમે જાણીએ છીએ કે તેમને કંઈ થશે નહિ કારણ કે તે નિર્દોષ છે. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આજે આ શાળામાં આવીને ખૂબ સારુ લાગ્યુ.
મને લાગે છે કે આઝાદી પછી દેશની આ પહેલી સરકારી શાળા છે જે આટલી સારી છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકુ છુ કે આ શાળા માત્ર દિલ્લી માટે જ નહિ પરંતુ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આજે ૪,૪૦૦ પ્રવેશ માટે ૯૬ હજાર અરજીઓ આવી છે.
મેડિકલમાં એડમિશન માટે એટલી બધી અરજીઓ આવતી નથી જેટલી અરજીઓ દિલ્લીની સરકારી સ્કૂલોમાં એડમિશન માટે આવી રહી છે. દિલ્લીમાં પહેલા સામાન્ય માણસ પોતાના બાળકને ખાનગી શાળામાં મોકલવાની ઈચ્છા રાખતો હતો પરંતુ આજે તેની વિચારસરણી બદલાઈ ગઈ છે અને તે સરકારી શાળામાં એડમિશન લેવા માંગે છે.
તેમણે કહ્યુ કે જાે દેશને વિશ્વનો નંબર વન દેશ બનાવવો હોય તો શિક્ષણ ક્ષેત્રે કામ કરવુ પડશે અને દેશના દરેક બાળકને સારુ શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવુ પડશે, પછી તે દેશનુ કોઈ પણ બાળક હોય શ્રીમંત હોય કે ગરીબનુ બાળક હોય. આજે ગરીબોના બાળકો કડકડાટ અંગ્રેજી બોલે છે. આજે પણ મારુ અંગ્રેજી આ બાળકો જેટલુ સારુ નથી. સીએમએ એમ પણ કહ્યુ હતુ કે દિલ્લીની સૌથી મોટી આરકે ટેક્સ્ટે આ શાળા બનાવી છે.