Western Times News

Gujarati News

મનિષ સિસોદિયાના કોર્ટે ૫ દિવસના રિમાન્ડ આપ્યા

નવી દિલ્હી, દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઇડીએ આપ નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ આજે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. ઈડીએ સિસોદિયાના વધારે ૭ દિવસનાં રિમાન્ડની ડિમાન્ડ કોર્ટમાં કરી હતી જ્યારે કોર્ટે ૫ દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી છે.

હવે મનીષ સિસોદિયાને ૨૨ માર્ચે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરેલૂ ખર્ચાઓ માટે ચેક પર હસ્તાક્ષર કરવા અને જપ્ત કરવામાં આવેલા બેન્કનાં ખાતાઓનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે. આ પહેલા સુનાવણી દરમિયાન સિસોદિયાનાં વકીલે દાવો કર્યો કે પૂછપરછનાં નામ પર એજન્સી માક્ષ અહીં-ત્યાં બેસે છે. ૭ દિવસમાં માત્ર ૧૧ કલાકની પૂછપરછ કરી છે. ઈડીએ કોર્ટમાં કહ્યું કે તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે. જાે અત્યારે કસ્ટડી ન મળી તો સમગ્ર મહેનત બેકાર જશે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.