“ઝલક દિખલા જા સિઝન ૧૧”ની વિનર બની મનીષા
મુંબઈ, મનીષા રાનીએ ઝલક દિખલા જા સિઝન ૧૧નો તાજ પહેરી લીધો છે. આ રિયાલિટી શોમાં એના પાર્ટનર કોરિયોગ્રાફર આશુતોષ પવાર બન્યા હતા. આ પણ એની સાથે વિનર રહ્યા છે. મનીષા રાનીએ ઝલક દિખલા જા ૧૧ની સિરીઝ જીતી લીધી છે.
પાંચ ફાઇનલિસ્ટમાં મનીષા રાની, શોએબ ઇબ્રાહિમ, ધનુશ્રી વર્મા, અદ્રિજા સિન્હા અને શ્રીરામ ચંદ્રા હતા, પરંતુ ટોપ ૩માં મનીષા, શોએબ અને અદ્રિજા બચ્યા હતા. ઝલક દિખલા જા ૧૧ના ફિનાલેમાં શોએબ ઇબ્રાહિમ, અદ્રિજા સિન્હા અને મનીષા રાનીએ દમદાર પરર્ફોમ કર્યુ.
શોએબે શાહરુખ અભિનીત ફિલ્મ જવાનના સોન્ગ પર જિંદા બંદા પર ધમાકેદાર પરર્ફોમ કર્યું. અદ્રિજા સિન્હાએ છમ્મક છલ્લો, નદિયા કે પાર અને ભૂવ યોર બોડી સોન્ગ પર પરર્ફોમ કરીને લોકોનું દિલ જીતી લીધુ હતુ.
મનીષાએ ફાઇનલ પરર્ફોમમમાં ઠુમકેશ્વરી, ડુ યુ લવ મી, પરમ સુંદરી અને સામી સામી સોન્ગ પર પરર્ફોમ કર્યુ. મનીષા રાનીને વિજેતા ટ્રોફી સિવાય ૩૦ લાખ રૂપિયાનો ચેક મળ્યો, જ્યારે એના કોરિયોગ્રાફર આશુતોષ પવારને ૧૦ લાખ રૂપિયા મળ્યા. બન્નેને યસ આઇલેન્ડ, અબુ ધાબીની ટ્રિપની ટિકિટ પણ જીતી છે.
બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ પોતાની આ જીતને એક સપનું સાચુ થઇ ગયુ એમ જણાવ્યુ છે. મનીષા વધુમાં જણાવે છે કે, હું જજ અને દર્શકોનો પ્રેમ, સમર્થન અને પ્રોત્સાહનને આભારી છું. મને જાણ હતી કે આ અનુભવ મારા જીવનને બદલી દેશે અને આ વાસ્તવમાં બદલાઇ ગયો છે.
મનીષા રાની જણાવે છે કે એક વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટના રૂપમાં મને પોતાને સાબિત કરવા માટે મહેનત કરવી પડી અને મારી દરેક પળ ઉત્સાહભર રહી છે. એક ડાન્સરના રૂપમાં મારો વિકાસ થયો છે. મનીષા જે કોવિડ લોકડાઉન દરમિયામ ઇન્સ્ટાગ્રામ રીલ્સથી પોપ્યુલારિટી હાસિલ કરી હતી. આ જીતથી મનીષા ખૂબ ખુશ થઇ ગઇ છે. આ તસવીરોમાં તમે મનીષાના ફેસ પર એની ખુશી જોઇ શકો છો.SS1MS