ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તકનું દિયા મિર્ઝા દ્વારા વિમોચન
અમદાવાદ, જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું વિમોચન આજે અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યો.
આ પ્રસંગે ડૉ. મંજુલા પૂજા શ્રોફ, બૉલીવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર દિયા મિર્ઝા, આર. આર. શેઠ પબ્લિશર્સના ડિરેક્ટર ચિંતન શેઠ, પુસ્તકના
લેખિકા અનુરિતા રાઠોડ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પુસ્તક અમદાવાદના અગ્રણી પ્રકાશન ગૃહ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. Dr. ManjulaPooja Shroff’s journey, a story of dreams accomplished, challenges overcome, and faith heightened.
આ પુસ્તક ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના વિચારો અને કાર્ય પદ્ધતિઓ પર એક ઉંડી સમજ પુરી પાડે છે, જેઓએ શિક્ષણ અને સામાજિક કાર્યની શાળાઓ અને સંસ્થાઓ ચલાવવાના કારણે સંભાવનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની કળાને સારી રીતે પકડવા ઉપરાંત,માનવ વ્યવહાર અને વ્યવસ્થાપનના સુમેળ સાથેની અદભૂત સમજ પ્રાપ્ત કરી છે.