માનવજાતને યુદ્ધનો રોગ ૪,૭૦૦ વર્ષ પહેલાં થયો હતો, હજી મટ્યો નથી !
આજે આપણને બધાને ખબર છે કે યુદ્ધમાં વિજય ગમે તેનો થાય, પ્રજાનો તો ખો નીકળી જાય છે, દેશનો વિકાસ અટકી જાય છે
પ,૦૦૦ વર્ષ પહેલાંથી શરૂ કરીને ૪,પ૦૦ વર્ષ પહેલાં સુધીના સમયમાં નગરો મોટા થતા ગયાં, રાજા સમૃદ્ધ થતા ગયા, હવે સમૃદ્ધિની લાલચ જાગવા લાગી, આજથી ૩,૮૦૦ વર્ષ પહેલાં મેસોપોટેમિયામાં બેબીલોનિયા, મેસોઅમેરિકામાં ઓલમેક, ચીનમાં શાન્ધાઈ, ઈજિપ્તમાં કેરો, સિંધુ સંસ્કૃતિમાં હડપ્પા અને મોહે જાે દારો જેવા વિશાળ શહેરો સામ્રાજય બની ગયા હતા. તેમના રાજા શક્તિશાળી, સંપનિશાળી અને સત્તાશાળી હતા સાહસિક પરિવારો દૂર દૂર કરીને કીમતી લાગતી વસ્તુઓ લઈ આવતા હતા અને શહેરોમાં એ વસ્તુઓના બદલે અનાજ વગેરે મેળવી શકતા હતા.
એમ કરતાં એક સામ્રાજયના લોકો અન્ય સામ્રાજય સુધી પહોંચી જાય એવા બનાવો બનવા લાગ્યા. અન્ય જે સામ્રાજય સુધી જઈ આયા હોય એ સામ્રાજય તો પોતાના કરતા નબળું ઓછી સગવડવાળું હોય તો લોકોને પોતાના સામ્રાજય માટે ગૌરવ થાય. નવા જે સામ્રાજયના દર્શન થાય એ જાે પોતાનાથી વધુ સમૃદ્ધ, વધુ સગવડવાળું સામ્રાજય હોય તો લોકો અંજાઈ જાય.
અન્ય રાજયો પણ છે તેની ખબર પડ્યા પછી બે પરિણામ આવ્યા. સંસ્કૃત અને સંપન્ન રાજયના રાજાએ પોતાના લોકો અન્ય રાજયોમાં જઈ તેનો અભ્યાસ કરી સારી સારી વાતો શીખી આવવા મોકલ્યા. જેથી પોતાનું રાજય પણ વધારે સારું બની શકે. ભારત અને ચીનમાં વિકાસ પામેલી સંસ્કૃતિઓ કળા, સાહિત્ય, સમાજરચનામાં ખુબ વિકાસ પામી હતી તેથી અહીંના રાજાઓ પોતાના સાહસિક લોકોને અન્ય રાજયોમાં મોકલીને સારી વાતો શીખવા પ્રયાસ કરતા, વ્યાપાર વિકસાવવા પ્રયાસ કરતા હતા. જેમ કે, ચીનમાં રેશમ થતું હતું જે અન્ય કોઈ સામ્રાજયમાં એ સમયે જાેવાય મળતું નહોતું. ભારતમાં મરી-મસાલા- તેજાના થતા હતા જે એ જમાનામાં અન્ય કોઈ સામ્રાજયોમાં જાેવા મળતા નહોતા. એટલે ભારત અને ચીનની સંસ્કૃતિઓ કળા અને વ્યાપારથી સમૃદ્ધ થવા લાગી હતી.
પરંતુ આજના મધ્ય-પૂર્વ અને યુરોપની વચ્ચેના પ્રદેશમાં આવેલા મેસોપોટેમિયા વિસ્તારમાં વિકસેલા સામ્રાજયોના રાજાઓ પાસે સમુદ્ર કરનાર કોઈ વિશેષ વસ્તુ ન હોવાથી કળા, વ્યાપારને બદલે આક્રમણ દ્વારા સમૃદ્ધ થવાનો અભિગમ વિકસ્યો. ૪,૭૦૦ વર્ષ પહેલા અહીંના સુમેર અને ઈલામ રાજયોમાં ઈલામ રાજય વધુ સમૃદ્ધ હતું. સુમેર સામ્રાજયની રાજધાની કિશમાં વસતા રાજા એનેમ્બારાગેસીએ પોતાના લડાયક લકોોને લઈ પાડોશી ઈલામ પર આક્રમણ કરી ઈલામ રાજય જીતી લીધું હતું.
ઈતિહાસના પાને પુરાવા સાથે નોંધાયેલું વિશ્વનું સૌથી પહેલું યુદ્ધ એ હતું. આ યુદધ્થી માનવજાતિની દશા અને દિશા હંમેશા માટે બદલાઈ ગયા. એક વખત યુદ્ધમાં વિજયનો સ્વાદ ચાખ્યા પછી રાજાઓ અન્ય રાજયો શોધીને આક્રમણ કરી પોતાની સમૃદ્ધિ વધારવાના પ્રયાસ ફરી ફરીને ચાલુ કર્યાં. પરિણામે આસપાસ દહેશત ફેલાઈ કે કેટલાક રાક્ષસો આવીને લોકોને મારી નાંખે છે અને લૂંટી જાય છે.
આવી વાતો જે જે સામ્રાજયો સુધી ફેલાઈ એ સામ્રાજયો પાસે ત્રણ વિકલ્પ ઉભા થયા. આક્રમણખોરો સામે નમતું જાેખીને સંધિ કરવાના ઉપાય વિચારવા, જેથી નુકસાન ઓછામાં ઓછું થઈ શકે. લડાઈની તૈયારીઓ કરવી અને પછી વખત આવે આક્રમણખોરોને બરાબર પાઠ ભણાવીને હરાવી દેવા. આ બંને વિકલ્પ જે તે સામ્રાજય માટે જીવન અને વિકાસનો દૃષ્ટિકોણ બદલી નાંખનાર હતા. પરંતુ સમગ્ર માનવજાતને એની ખાસ અસર થવાની નહોતી. સમગ્ર માનવજાતને જેની અસર થઈ એવો ત્રીજાે વિકલ્પ કેટલાક સામ્રાજયના રાજાઓના મનમાં જાગ્યો. ચાલો, આપણે પણ આસપાસના રાજયો જીતીને વધારે સમૃદ્ધ બનીએ !
અત્યાર સુધી માનવો માત્ર જીવતા રહેવાની અને સાધન સગવડ બનાવવાની જ મહેચ્છા રાખતા હતા. એ દિશામાં મહેનત કરતા રહ્યા તેમાંથી ડઝનબંધ નવી નવી શોધ થતી રહી. એવી શોધખોળથી માનવજાતના સુખ-સગવડ વધતા ગયા. દરેક સામ્રાજયના માનવોને ફાયદો જ થતો રહ્યો હવે બચાવ અથવા આક્રમણ માટે યુદ્ધની તૈયારીઓમાં મહેનત થવા લાગી. વધુને વધુ માણસોને રહેસી નાખે એવા સાધનોની શોધ થવા લાગી. આક્રમણ સામે વધુમાં વધુ સમય ટકી શકાય એવા ઉપાય શોધાવા લાગ્યા. જેમ જેમ યુદ્ધની વાતો ફરતી ગઈ તેમ તેમ લોકોને યુદ્ધની તૈયારીઓમાં જાેતરતી ગઈ.
માનવજાતની દિશા બદલાઈ ગઈ. પોતાના સુખ, સગવડ, કળાનો વિકાસ કરવાને બદલે હવે દુશ્મનને રોકવા અને જીવલેણ આક્રમણ કરવાના સાધનોનો વિકાસ થવા લાગ્યો. ત્યારથી આરંભાયેલો યુદ્ધનો રોગ આજે પણ મટ્યો નથી. એ સમયે માત્ર લાલચના કારણે યુદ્ધની તૈયારીઓ થતી હતી. યુદ્ધ થતાં હતાં એમને ત્યારે ખબરનહોતી કે યુદ્ધની લાયમાં એ લોકો પોતાનો વિકાસ, પોતાનું ભવિષ્ય ગુમાવી રહ્યા છે ત્યારે રાજાઓ અને દરબારીઓ હતા, આજે વડાપ્રધાનો-રાષ્ટ્ર પ્રમુખો અને કેબિનેટો છે.
આજે આપણને બધાને ખબર છે કે યુદ્ધમાં વિજય ગમે તેનો થાય, પ્રજાનો તો ખો નીકળી જાય છે. દેશનો વિકાસ અટકી જાય છે. છતાં દરેક દેશ લોકોના આરોગ્ય, શિક્ષણ, ખોરાક, રોડ-રસ્તા જેવી સગવડો પાછળ જે ખર્ચ કરે છે તેનાથી વધારે ખર્ચ યુદ્ધની તૈયારીઓમાં કરી રહ્યો છે. જેથી દુશ્મન દેશ આક્રમણ કરતા ડરે અને આક્રમણ કરે તો તેને હરાવી શકાય ! આ કારણ ૩પ૦૦ વર્ષ પહેલાં જન્મ્યું હતું અને આજે પણ નાશ પામ્યું નથી. જગત હજારો યુદ્ધ જાેઈ ચુક્યું છે, કરોડો માનવો ગુમાવી ચુકયું છે !