Western Times News

Gujarati News

Gulmoharના સ્ક્રીનિંગમાં પત્ની સાથે પહોંચ્યો મનોજ બાજપેયી

મુંબઈ, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ગુલમહોરના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારે ગુલમહોરનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું ત્યારે એક્ટર મનોજ બાજપેયી તેની પત્ની શબાના રઝા ઉર્ફ નેહા સાથે ત્યાં પહોંચ્યો હતો. Manoj Bajpayee arrived at the screening of Gulmohar with his wife

ત્યારે હવે સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં ફેન્સ મનોજ બાજપેયીની પત્નીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. મનોજ બાજપેયીના સૌપ્રથમ દિલ્હીની એક યુવતી સાથે લગ્ન થયા હતા પણ બાદમાં તેઓના ડિવોર્સ થઈ ગયા. બાદમાં વર્ષ ૨૦૦૬માં મનોજ બાજપેયીએ એક્ટ્રેસ શબાના રઝા સાથે લગ્ન કર્યા.

આજે તેઓ એક સંતાનના પેરેન્ટ્‌સ છે. મનોજ બાજપેયી અને શબાના રઝાની મુલાકાત એક બોલિવૂડ પાર્ટીમાં થઈ હતી. મનોજ બાજપેયીએ જ્યારે શબાના રઝાને પહેલી વખત જાેઈ ત્યારે તે મેકઅપ વિના, માથામાં તેલ લગાવી અને ચશ્મા પહેરીને બેઠી હતી.

પહેલી નજરમાં મનોજ બાજપેયી, શબાના રઝાના પ્રેમમાં પડી ગયો હતો. એક્ટ્રેસ શબાના રઝા ત્યારે ડિપ્રેશનમાં હતી કારણકે તેની ફિલ્મ ‘કરીબ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. મનોજ બાજપેયી જ્યારે તેને પાર્ટીમાં મળ્યો ત્યારે તેમણે એકસાથે સમય પસાર કર્યો અને પછી તેમણે એકબીજાને ૮ વર્ષ સુધી ડેટ કર્યા.

ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં મનોજ બાજપેયી અને શબાના રઝાએ લગ્ન કર્યા. ૫૩ વર્ષના એક્ટર મનોજ બાજપેયીએ વર્ષ ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘સત્યા’માં ભજવેલા ભીખુ મ્હાત્રેના પાત્રથી મનોજ બાજપેયીને ઓળખ અને એવોર્ડ મળ્યા.

પછી તેણે ક્યારેય પાછળ ફરીને જાેયું નથી. મનોજ બાજપેયીની એક્ટર તરીકે જાણીતી ફિલ્મોમાં કૌન, શૂલ, ઝૂબૈદા, અક્સ, પિંજર, ૧૯૭૧, રાજનીતિ, ચિત્તગોંગ, સ્પેશિયલ ૨૬, ભોંસલે, અલીગઢ, સોનચીડિયા વગેરેનો સમાવેશ થાય છે.

મનોજ બાજપેયીનો જન્મ (૨૩ એપ્રિલ, ૧૯૬૯) નેપાળ બોર્ડર પર આવેલા બિહારના બેલવા નામના એક ગામના ખેડૂત પરિવારમાં થયો, બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જાેનારા મનોજ બાજપેયીના પરિવારમાં એક્ટિંગને સારા વ્યવસાયની દ્રષ્ટિએ જાેવામાં નહોતો આવતો.

ધોરણ ૧૨ પાસ કર્યા બાદ એક્ટિંગના ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવાના હેતુથી મનોજ બાજપેયીએ દિલ્હીની ટ્રેન પકડી. મુંબઈ આવ્યા બાદ મનોજ બાજપેયીએ થોડો સમય ટીવી સિરિયલમાં એક્ટિંગ કરી, કેટલીક બોલિવૂડ ફિલ્મમાં નાનકડા રૉલ પણ કર્યા.

જ્યારે, રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘દૌડ’માં મનોજ બાજપેયીને રૉલ આપ્યો ત્યારે તેની લાઈફ બદલાઈ કારણકે આ કામથી પ્રભાવિત થઈને રામ ગોપાલ વર્માએ બાદમાં મનોજ બાજપેયીને મુખ્ય ભૂમિકામાં લઈને ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ બનાવી. આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ ભજવેલું ગેંગસ્ટર ભીખુ મ્હાત્રેનું પાત્ર અને સંવાદ ‘મુંબઈ કા કિંગ કૌન? ભીખુ મ્હાત્રે’ આજે પણ લોકોને યાદ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.