Western Times News

Gujarati News

મનોજ બાજપેયીની આ મોંઘી SUVની કિંમત જાણી તમે ચોંકી જશો

મનોજ બાજપેયી પાસે બીએમડબ્લ્યુ ૫ સિરીઝ, મર્સિડીઝ જીએલઈ કૂપે, ટોયાટો લેન્ડ ક્રૂઝર પ્રાડો જેવી પણ કાર છે

મુંબઈ, બોલિવૂડના શ્રેષ્ઠ એક્ટર્સ પૈકીનો એક એવો મનોજ બાજપેયી ગત દિવસોમાં પોતાની વેબ સિરીઝ ધ ફેમિલી મેન ૨ ને લઈને ચર્ચામાં હતો. પણ, હવે મનોજ બાજપેયી તેની મોંઘીદાટ ગાડીને લઈને ચર્ચામાં છે. કારણકે હાલમાં જ મનોજ બાજપેયી જાેવા મળ્યો છે. આ ખૂબ મોંઘી અને લગ્ઝુરિયસ એસયુવી છે. Manoj Bajpayee bought an expensive Mercedes SUV

મનોજ બાજપેયીની આ ગાડી ખૂબ સ્ટાઈલિશ અને સફેદ કલરની છે. આ ગાડીની કિંમત રૂપિયા ૮૮ લાખ કરતા પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું નથી કે મનોજ બાજપેયીની આ સૌપ્રથમ મોંઘી કાર છે. મનોજ બાજપેયી પાસે બીએમડબ્લ્યુ ૫ સિરીઝ, મર્સિડીઝ જીએલઈ કૂપે, ટોયાટો લેન્ડ ક્રૂઝર પ્રાડો જેવી કાર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ ગાડીઓ રૂપિયા ૫૦ લાખથી સવા કરોડ વચ્ચેની કિંમતની છે.

૫૨ વર્ષના એક્ટર મનોજ બાજપેયીએ વર્ષ ૧૯૯૪માં આવેલી ફિલ્મ બેન્ડિટ ક્વીનથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘સત્યા’માં ભજવેલા ભીખુ મ્હાત્રેના પાત્રથી મનોજ બાજપેયીને ઓળખ અને એવોર્ડ મળ્યા. પછી તેણે ક્યારેય પાછળ ફરીને જાેયું નથી.

મનોજ બાજપેયીની એક્ટર તરીકે જાણીતી ફિલ્મોમાં કૌન, શૂલ, ઝૂબૈદા, અક્સ, પિંજર, ૧૯૭૧, રાજનીતિ, ચિત્તગોંગ, સ્પેશિયલ ૨૬, ભોંસલે, અલીગઢ, સોનચીડિયા વગેરેનો સમાવેશ થાય છે. મનોજ બાજપેયીનો જન્મ (૨૩ એપ્રિલ, ૧૯૬૯) નેપાળ બોર્ડર પર આવેલા બિહારના બેલવા નામના એક ગામના ખેડૂત પરિવારમાં થયો,

બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જાેનારા મનોજ બાજપેયીના પરિવારમાં એક્ટિંગને સારા વ્યવસાયની દ્રષ્ટિએ જાેવામાં નહોતો આવતો. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ એક્ટિંગના ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવાના હેતુથી મનોજ બાજપેયીએ દિલ્હીની ટ્રેન પકડી. મુંબઈ આવ્યા બાદ મનોજ બાજપેયીએ થોડો સમય ટીવી સિરિયલમાં એક્ટિંગ કરી,

કેટલીક બોલિવૂડ ફિલ્મમાં નાનકડા રૉલ પણ કર્યા. જ્યારે, રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘દૌડ’માં મનોજ બાજપેયીને રૉલ આપ્યો ત્યારે તેની લાઈફ બદલાઈ કારણકે આ કામથી પ્રભાવિત થઈને રામ ગોપાલ વર્માએ બાદમાં મનોજ બાજપેયીને મુખ્ય ભૂમિકામાં લઈને ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ બનાવી.

આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ ભજવેલું ગેંગસ્ટર ભીખુ મ્હાત્રેનું પાત્ર અને સંવાદ ‘મુંબઈ કા કિંગ કૌન? ભીખુ મ્હાત્રે’ આજે પણ લોકોને યાદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.