‘ધ ફેમિલી મૅન’ની ચોથી સીઝનથી મનોજ બાજપાઈની વાર્તા પુરી
મુંબઈ, મનોજ બાજપાઈએ ‘ધ ફેમિલી મૅન’માં શ્રીકાંત તિવારીની ભૂમિકા એટલી બખૂબી નીભાવી છે કે તેના ફૅન્સ માટે મનોજ અને શ્રીકાંત એકબીજાના સમાનાર્થી બની ગયા છે, આ પાત્રમાં તેમને એટલી મજા આવે છે કે હંમેશા કશુંક વધારે જોવાની લાલચ થયાં કરે છે.
પરંતુ કેટલાંક અહેવાલોના આધારે એવું લાગી રહ્યું છે કે હવે ફૅન્સનો આ સિરીઝ એક બેઠકમાં જોઈ લેવાનો ઉત્સવ ટૂંક સમયમાં પૂરો થઈ જશે. આ સિરીઝના મેકર્સ રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડીકે આ સ્પાય ડ્રામાની ત્રીજી સીઝન પર કામ કરી રહ્યા છે અને તેમનો વિચાર આ સિરીઝને ચોથી સીઝન સાથે પુરી કરી દેવાનો છે.
જોકે, શ્રીકાંતના ફૅન્સ માટે એક રાહતના સમાચાર એ છે કે આ સિરીઝના મેકર્સે કથાને પુરી કરવાનો અખરી નિર્ણય હજુ સુધી લીધો નથી. હાલ તો ત્રીજી સીઝનનું કામ ચાલે છે, તો એ સીઝનને કેવો પ્રતિસાદ મળે છે અને મેકર્સને શું લાગે છે, તેના આધારે ‘ધ ફેમિલી મેન’નું ભવિષ્ય નક્કી થશે.
આ સિરીઝ ૨૦૧૯માં શરૂ થયેલી, જેને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. તેમાં મનોજ બાજપાઈ, પ્રિયામણી અને શારીબ હાશ્મી મહત્વના રોલમાં છે. સિરીઝના બીજા ભાગથી સમંથા રૂથ પ્રભુએ હિન્દી સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેણે એક ઉગ્રવાદીનો રોલ કર્યાે હતો.
હવે ત્રીજી સીઝનમાં ત્રણ મુખ્ય પાત્રો તો એમના એમ રહેશે, જેમાં સુચિત્રા તિવારી તરીકે પ્રિયામણિ, શારીબ હાશમી જે કે તલપદે તરીકે, આશ્લેશા ઠાકુર ધૃતિ તિવારી તરીકે, વેદાંત સિંહા અથર્વ તિવારી તરીકે હશે. રાજ એન્ડ ડીકેની એ સિરીઝની ત્રીજી સીઝનનો અંદાજ બીજી સીઝનના અંતમાં આપી દેવાયો હતો.
બીજી સિરીઝ સાઉથના ઉગ્રવાદ પર આધારિત હતી. જ્યારે હવે ત્રીજી સીઝનમાં નોર્થ ઇસ્ટની સમસ્યા સામે લડતો શ્રીકાંત જોવા મળશે. આ સિરીઝની ખાસિયત એ છે કે, તેમાં થ્રિલર અને ક્રાઇમ સાથે કેટલાક સીનમાં કોમેડી પણ જોવા મળશે.SS1MS