મનોજ બાજપેયીએ માતા માટે લખેલી પોસ્ટે લોકોના દિલ ચીરી નાખ્યા
મુંબઈ, મા-બાપનો પડછાયો માથેથી હટી જવો એ દરેક માટે જીવનની એવી પીડા છે, જે પહાડ જેવા હૃદયને પણ તોડી નાખે છે. આપણે બધા બાળપણથી જ આપણા માતા-પિતા પર ર્નિભર રહીએ છીએ. પછી ભલે આપણે કેટલા પણ મોટા થઈ જઈએ. તે વાતથી કોઈ ફરક પડતો નથી. આપણા જીવનમાં માતાપિતાનું હોવું એ ઘણી ચિંતાઓ અને સમસ્યાઓનું સમાધાન છે. તેમના વિના આપણે અધૂરા છીએ.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી હાલમાં આ જ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. ૮ ડિસેમ્બરે તેમની માતાનું લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. અભિનેતાએ હવે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમની આ પોસ્ટ તમારું પણ દિલ ચીરી નાંખશે.
માતા ગીતા દેવીની ગેરહાજરી એ અભિનેતા માટે ઊંડો આઘાત છે. તેમની લાંબી પોસ્ટમાં તેમની માતાને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા, તેમણે તેમને ‘આયરન લેડી’ કહ્યા છે. મનોજ બાજપેયીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મારી માતા, મારી આયરન લેડીને મારી શ્રદ્ધાંજલિ.
હું તેમને આ નામથી બોલાવતો હતો. તેઓ છ બાળકોની માતા અને એક ખેડૂતના પત્ની હતા. તેમણે હંમેશા તેમના પરિવારને તમામ પ્રકારની દુષ્ટ આત્માઓ અને આ સ્વાર્થી દુનિયાથી બચાવ્યો. તેમણે હંમેશા તેમના પરિવાર અને બાળકોને પ્રથમ સ્થાન આપ્યું.
હંમેશા પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને બાજુ પર મૂકીને તેમના પતિને સંપૂર્ણ ટેકો આપ્યો. હું ઈચ્છું છું કે હું સમયનું ચક્ર પાછું ફેરવીને મારી માતાને સશક્ત બનતા જાેઈ શકું. ગેંગ્સ ઓફ વાસેપુર’ના એક્ટર મનોજ બાજપેયીએ આગળ લખ્યું છે કે, ‘અમારા પરિવાર અને તેના દરેક સભ્યના જીવનમાં માતાનું અસંખ્ય યોગદાન છે. તે બધા યોગદાન માટે હું તેમનો ઋણી રહીશ.
જ્યારે હું સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે મારી માતા મારી હિંમત હતા. તેમના તરફથી જ મને ક્યારેય હાર ન માનવાની શક્તિ મળી. હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય મારી માતાને આપવા માંગુ છું. હું મારી માતાનો પડછાયો છું. હું જે પણ શીખ્યો છું તે મારી માતા પાસેથી શીખ્યો છું.
પોતાની પોસ્ટમાં તેમની માતાને યાદ કરતા, ‘ધ ફેમિલી મેન’ ફેમ અભિનેતાએ લખ્યું, ‘તેમના પ્રયત્નો, તેમના બલિદાન અને મહેનતે અમને બનાવ્યા. તેઓ ખૂબ જ સારા મિત્ર હતા. મા તમારો પ્રેમ, તમારો આત્મા હંમેશા અમારા પરિવારને સાચો રસ્તો બતાવશે. તમે અને બાબુજી હંમેશા અમારા દિલમાં રહેશો. હું નસીબદાર છું કે અમને તમારા જેવા માતા મળ્યા.SS1MS