Western Times News

Gujarati News

માનસરોવર કુંડ ૬ વર્ષ બાદ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું

અમદાવાદ, ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. જેના પગલે દાંતામાં ૨ ઈંચ, અમીરગઢમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે.

અંબાજીના બજારોમાં ફરી એક વખત પાણીની રેલમછેલ જાેવા મળી રહી છે. એક સપ્તાહમાં આ બીજી વખત વરસાદી પાણી બજારમાં ફરી વળ્યા છે અને નદીની જેમ વેગથી પાણી વહેતું થયું છે. અંબાજી હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો.

અંબાજીના કોલેજ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. કોલેજ પરિસર જાણે કે કોઈ શાંત સરોવર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં જ અંબાજીનું પવિત્ર માનસરોવર છલકાયું છે. આ પવિત્ર માનસરોવર કુંડ ૯૦ ફૂટ જેટલું ઉંડુ છે. જે ૬ વર્ષ બાદ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું છે. જાેકે પૂજારીએ પાણીના વધામણા કર્યા છે. ત્યાં જ પવિત્ર માનસરોવર છલકાતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

બીજી તરફ ડીસા, પાલનપુર, ધાનેરા પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. આબુ તથા આબુ રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પરિણામે રોયલ રાજસ્થાન પબ્લિક સ્કૂલની બસ પાણીમાં ફસાઈ છે. બસ ૨૫ ભૂલકાઓ સાથે જ્યારે આગરાભઠ્ઠા હાઉસિંગ કોલોનીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાણીમાં ફસાઈ હતી. અંબાજીથી પણ ઘણા બાળકો આબુ રોડ ભણવા માટે જતા હોય છે.

આથી માતાપિતાની ચિંતા વધી ગઈ હતી. જાેકે સદનસીબે તમામ વિદ્યાર્થીઓને સલામત બહાર કઢાયા હતા. રાજસ્થાનમાં વરસાદ વરસતા પાણીની આવક વધી છે. જેના પરિણામે અંબાજીનું માન સરોવર વર્ષો બાદ ભરાયું છે. ૯૦ ફૂટ ઉંડાઈ ધરાવતું માન સરોવર ઘણા વર્ષોથી અધુંરું રહેતું હતું. તમને જણાવી દઇએ કે, માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ છે.

પહાડોમાં વહેતા નદી-નાળાઓ છલકાયા છે. આબુમાં સરેરાશ ૧૨૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અહીં સતત વરસાદને પગલે પ્રવાસન સ્થળના ધંધાને અસર થઇ છે. માઉન્ટ આબુમાં સતત ભારે વરસાદ યથાવત છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદને કારણે પ્રવાસન સ્થળના ધંધાની ગતિ થંભી ગઈ છે. સતત મુશળધાર વરસાદને કારણે પહાડોમાં વહેતી નદી-નાળાઓ છલકાયા છે. ત્યારે આબુમાં સરેરાશ વરસાદ ૧૨૫ ટકા જેટલો નોંધાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.