ગુજરાતમાં આવેલી છે માનતા પુરી કરતી બોરડી
રાજકોટ, સામાન્ય રીતે પીપળાના વૃક્ષને તો પ્રદક્ષિણા કરતા અનેક લોકોને તમે જાેયા હશે વડના વૃક્ષની પૂજા કરતા લોકોને જાેયા હશે પરંતુ અહીંયા ભક્તો બોરડીના વૃક્ષને પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ બોરડી એ કોઈ સામાન્ય બોરડી નથી આ છે ચમત્કારી બોરડી.
આ બોરડીની પ્રદક્ષિણા કરવાથી જ ભક્તોના દર્દ દૂર થાય છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરેના પટાંગણમાં આવેલ પ્રસાદીની કાંટા વગરની બોરડીમાં તો બારે માસ બોર આવે છે. જાે કોઈ લોકોને નાની મોટી બીમારી હોય, નોકરીની સમસ્યા હોય, પારિવારિક સમસ્યા હોય કે પછી અન્ય કોઈ તકલીફ હોય. કે અન્ય કોઈ મનમાં ઈચ્છા હોય.
અહીંયા લોકો પ્રદક્ષિણાની માનતા કરતા હોય છે અહીંયા લોકો આ પ્રદક્ષિણા કરવાની માનતા રાખે છે. અહીં લોકો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થાય છે. જેથી અહીંયા લોકો દૂર દૂરથી બોરડીની માનતા પૂર્ણ કરવા માટે આવે છે. આ બોરડીએ ૨૦૦ વર્ષ જૂની છે.
વિક્રમ સવંત ૧૮૮૬ અને ફાગળ વદ પાચમના દિવસે અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ બોરડી નીચે થોડા સમય માટે વસવાટ કર્યો હતો. તે સમયે ભગવાન સ્વામિનારાયણ સાથે ગુણાતીત સ્વામી, ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સહિતના સંતો અહીંયા બિરાજયા હતા.
જાેકે થોડા સમયના વસવાટ બાદ ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંથી વિદાય લઈ રહ્યા હતા એ સમયે અહીંયા ગોપાળાનંદ સ્વામીએ તેમને પાઘડીમાં થોડા બોર આપ્યા હતા એ સમયે બોરડીમાં રહેલો કાંટો એ સાધુ પાઘડીમાં ભરાયો હતો જે બાદ એ સાધુ એ કહ્યું હતું કે, ખુદ ભગવાન બિરાજ્યા બાદ પણ તે તારો સ્વભાવ નથી છોડ્યો? આ શબ્દ સાંભળતાની સાથે જ કહેવાય છે કે એ સમયે બોરડીએ પોતાના તમામ કાંટા ખેરી નાખ્યા હતા જે બાદ આ બોરડી માં ક્યારેય ઉગ્યા જ નથી. આ બોરડીની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આ બોરડીને હેરિટેજ બોરડીનો દરજ્જાે અપાયો છે.SS1MS