‘બડે મિયાં છોટે મિયાં’ માટે માનુષી છિલ્લર નોન વેજિટેરિયન બની હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Manushi-Chillar-1024x768.jpg)
મુંબઈ, માનુષી છિલ્લરે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે કરેલી બિગ બજેટ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ઓડિયન્સને ખુશ કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં અસરકારક રોલ માટે માનુષી છિલ્લરે ઘણાં પડકારોનો સામનો કર્યો હતો.
માનુષીને શાકાહારી ભોજન વધારે પસંદ છે પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રોટિનની જરૂરિયાત પૂરી કરવા માટે નોન વેજ ફૂડની મદદલીધી હતી. માનુષીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, નાનણથી તે શાકાહારી ભોજન લેતી હતી. જેના કારણે મીટ લેવામાં ખચકાટ રહેતો હતો.
કોવિડ-૧૯ અને ફિલ્મોમાં રોલ દરમિયાન મુશ્કેલી રહેતી હતી. મસલ્સ બનાવવા અને શારીરિક ક્ષમતા વિકસાવવા જરૂરી હતું. માનુષીના પિતા મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલા છે. તેમણે આ પડકારો ઝીલવા માટે માનુષીને નોન વેજ ફૂડ લેવાની સલાહ આપી હતી.
પ્રોટિન પૂરતી માત્રામાં મળી રહે તે માટે તેઓ મીટ ખાવાની સલાહ આપતા હતા. માનુષીએ વધુમાં જણાવ્યું હતું કે, શરીરને પોષણની જરૂરિયાત મુજબ તેઓ સામે બેસીને મીટ ખવડાવતા હતા. શરૂઆતમાં મીટ ખાવાનું ગમતુ ન હતું, પરંતુ તેઓ બળજબરીથી જરૂરિયાત મુજબનો ખોરકા આપતા હતા. ખાન-પાનની આદતમાં આવેલો આ ફેરફાર ‘બડે મિયાં છોટે મિયાં’માં ખૂબ મદદરૂપ બન્યો હતો.
માનુષીએ જણાવ્યું હતું કે, ફિલ્મની ક્‰ સાથે જોર્ડન, સ્કોટલેન્ડ, લંડન સહિત વિવિધ સ્થળે શૂટિંગ થયું હતું. સ્કોટલેન્ડમાં શાકાહારી ભોજન મળવાનું અઘરું છે. તેથી મીટની મદદથી પ્રોટિનની જરૂરિયાત પૂરી કરી હતી અને ફિલ્મના શૂટિંગ માટે શારીરિક ક્ષમતા વિકસાવી હતી.
માનુષીએ પોતાની ફૂડ ચોઈસમાં બલિદાન આપ્યું હોવા છતાં આ ફિલ્મ ફ્લોપ રહી છે. આ અંગે માનુષીએ જણાવ્યું હતું કે, ફિલ્મની સફળતા કલાકારના હાથમાં નથી હોતી. બોક્સઓફિસ પર ફિલ્મનું ભાવિ નક્કી થાય છે અને તેને સ્વીકારવું પડે છે.SS1MS