દિલ્હીથી પંજાબ સુધી આપના અનેક નેતાઓ તપાસના સંકજામાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Kejriwal-1024x576.jpg)
નવીદિલ્હી, આમ આદમી પાર્ટી લગાતાર ફસાતી જઇ રહી છે. દિલ્હીમાં જ ૫ ધારાસભ્યો અત્યારે તપાસના દાયરામાં છે. જેમાં મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાહ ખાન અને દુર્ગેશ પાઠક છે. પંજાબમાં પણ ૨ ધારાસભ્યો મુશ્કેલીમાં છે. એક ધારાસભ્યને આ વર્ષના મે મહિનામાં ૩ વર્ષની જેલની સજા સંભળાવાઇ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરવામાં આવી છે.
તેમને ૪ દિવસની એન્ટી કરપ્શન બ્યુરો કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી વક્ફ બોર્ડની નિમણૂકોમાં કથિત અનિયમિતતાના આરોપસર તેમની અટકાયત કરવામાં આવી છે.
એસીબીએ અમાનતુલ્લા ખાનની ૧૪ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે માત્ર ચાર દિવસની કસ્ટડી આપી છે. એસીબીએ દાવો કર્યો હતો કે અમાનતુલ્લા ખાનના ૫ સંબંધીઓ અને ઓખલાના ૨૨ લોકોને વકફ બોર્ડમાં ગેરકાયદેસર ભરતી કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના સંયોજનક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓએ સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાનને જેલમાં ધકેલી દીધા. મનીષ સિસોદિયાને જેલમાં અને કૈલાશ ગેહલોત પર દરોડા પાડવાના છે. ઘણા વધુ ધારાસભ્યોને જેલમાં નાખશે. ત્રણ-ચાર મહિના માટે જેલમાં જવાની તૈયારી કરો. જાે આ હિંમત આવે તો તેઓ આપણું નુકસાન નહીં કરી શકે.
કેજરીવાલે કહ્યું કે અમારા દિલ્હીના ધારાસભ્યો પર ૧૬૯ ખોટા કેસ નોંધાયા છે. ૧૩૫ કેસમાં નિર્દોષ છૂટ્યા છે. જે ૩૪ કેસ બાકી છે તે પણ નિર્દોષ છૂટી જશે. તેમણે દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈનને કોઈપણ કારણ વગર ત્રણ મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાના ઘર-ગામ પર દરોડા પાડ્યા, પણ કંઈ મળ્યું નથી.હાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાન જેલમાં છે.
હજુ પણ ઘણા ધારાસભ્યો તપાસ હેઠળ છે. ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે, સીબીઆઇએ સત્યેન્દ્ર જૈન અને અન્યો વિરુદ્ધ ૧૦૯ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. કેસ અપ્રમાણસર સંપત્તિનો હતો.
નવેમ્બર ૨૦૧૬માં દિલ્હી સરકારના મહેસૂલ વિભાગના એસડીએમએ અમાનતુલ્લા ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ, ખાને મનસ્વી અને ગેરકાયદેસર રીતે અનેક મંજૂર અને બિન-મંજૂર પોસ્ટ્સ પર નિમણૂકો કરી હતી. આ કેસમાં છઝ્રમ્એ શુક્રવારે ખાનના ઘરે દરોડા પાડ્યા હતા.
એવો દાવો કરવામાં આવ્યો છે કે એસીબીની ટીમે અહીંથી ૨૪ લાખ રૂપિયા રોકડા અને બે બિન લાઇસન્સ હથિયારો પણ રિકવર કર્યા છે. દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસીથી ઘેરાયેલા છે. સીબીઆઇએ તેમને મુખ્ય આરોપી બનાવ્યા છે. સિસોદિયા પર એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો આરોપ છે. આબકારી વિભાગ સિસોદિયા પાસે છે.
મળતી માહિતી મુજબ, સિસોદિયાએ દારૂના વેપારીઓને લાઇસન્સ ફીમાં ૧૪૪.૩૬ કરોડ રૂપિયાની છૂટ આપી હતી. આ માટે કોરોનાનું બહાનું બનાવવામાં આવ્યું હતું. આરોપ છે કે આ મુક્તિ માટે કેબિનેટને લૂપમાં રાખવામાં આવ્યું ન હતું.
તમામ ર્નિણયો મંત્રી સ્તરે જ લેવામાં આવ્યા હતા.ઈડીએ આમ આદમી પાર્ટીના રાજીન્દર નગરના ધારાસભ્ય દુર્ગેશ પાઠકને પણ એક્સાઇઝ પોલિસીના સંબંધમાં સમન્સ જારી કર્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તાજેતરમાં લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ સીબીઆઇને સોંપી હતી. એવો આરોપ છે કે સરકારે ૧૦૦૦ લો-ફ્લોર બસો ખરીદવામાં કૌભાંડ કર્યું છે.
પંજાબની પટિયાલા ગ્રામીણ સીટના ધારાસભ્ય બલબીર સિંહ જામીન પર બહાર છે. આ વર્ષે મે મહિનામાં, ૧૧ વર્ષ જૂના કેસમાં તેમને દોષી ઠેરવ્યા બાદ કોર્ટે ૩ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે બલબીર સિંહ ઉપરાંત તેમની પત્ની રુપિન્દરજીત સૈની, પુત્ર રાહુલ સૈની અને નજીકના મિત્ર પરમિન્દર સિંહને પણ સજા સંભળાવી હતી. જાે કે તમામને ૫૦ હજારના જામીન પર જામીન પણ આપવામાં આવ્યા હતા.
આ પહેલા પંજાબ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બનેલા વિજય સાંગલાની પણ ભ્રષ્ટાચારના આરોપ બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મંત્રી પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. તેમના પર આરોગ્ય વિભાગના દરેક કામ માટે ૧ ટકા કમિશન માંગવાનો આરોપ હતો. જુલાઈમાં તેને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.HS1MS