પ્રેગનન્ટ હોવા છતા ઘણી અભિનેત્રીઓએ શૂટિંગ પૂરું કર્યુ હતુ

મુંબઈ, યામી ગૌતમે પોતાની પ્રેગનન્સીને લઇને એનાઉન્સ કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ખબર સામે ત્યારે આવી જ્યારે યામીએ એની ફિલ્મ આર્ટિકલ ૩૭૦ના પ્રમોશ્નલ એક્ટિવિટી શરૂ કરી. યામીના ફેન્સ આ વિચારીને હેરાન થઇ ગયા હતા કે એક્ટ્રેસે પ્રેગનન્સીની હાલતમાં પોતાની ફિલ્મનું કામ સંભાળ્યું.
લેટેસ્ટ રિપોર્ટમાં આ વાતને કન્ફોર્મ કરી છે કે યામી જે સમયે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી એ સમયે પ્રેગનન્ટ હતી. તો જાણો બીજી આ એક્ટ્રેસ વિશે કે જેમને પ્રેગનન્સી દરમિયાન શૂટિંગ કર્યુ છે. આલિયા ભટ્ટનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. આલિયા ભટ્ટે પ્રેગનન્સી દરમિયાન હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ કર્યુ હતુ.
જો કે આલિયા ભટ્ટના ફેન્સ આ સમયે પણ ચોંકી ગયા હતા. શોલેના શૂટિંગ દરમ્યાન જયા બચ્ચનની પહેલી પ્રેગનન્સી હતી. એટલે કે શ્વેતા નંદાનો આ સમયે ગર્ભમાં ઉછેર થઇ રહ્યો હતો. આમ, જ્યારે તમે પ્રેગનન્ટ હોવ અને કોઇ કામ કરો છો તો તમારે પોતાની કેર વધારે કરવી પડે છે. જો કે આ સેલેબ્સ પોતાનું મનોબળ મજબૂત કરીને આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ કર્યુ હતુ. જુહી ચાવલાનું નામ પણ આ લિસ્ટમાં છે.
જૂહી ચાવલા ફિલ્મ આમદની અઠન્ની ખર્ચા રૂપૈયાના શૂટિંગ દરમ્યાન પ્રેગનન્ટ હતી. કાજોલ ફિલ્મ વી આર ફેમિલીના શૂટિંગ દરમ્યાન પ્રેગનન્ટ હતી. કાજોલ આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. ભલે કાજોલ ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ આજે પણ લોકોને ફિદા કરી દે છે.
કરીના કપૂર ફિલ્મ વીર દે વેડિંગના શૂટિંગ દરમ્યાન પ્રેગનન્ટ હતી. આ મુવી ફેન્સને ખૂબ પસંદ પડ્યુ હતુ. કરીના કપૂરની એક્ટિંગ આજે પણ લોકોને ગમે છે. આમ કરીના કપૂર સોશિયલ મિડીયા પર હંમેશા ફેન્સ માટે તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે.
એ થર્સ ડે મુવીના શૂટિંગ દરમ્યાન નેહા ધુપિયા પ્રેગનન્ટ હતી. બેબી બમ્પને લઇને ફિલ્મમાં નજરે પડી હતી. આમ આ સમયે મજબૂત મનોબળ કરીને અભિનેત્રીઓએ પ્રેગનન્સી સમયે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યુ હતુ અને પોતાની અલગથી ઓળખ બનાવી. આ લિસ્ટમાં શ્રીદેવી કપૂરનું નામ પણ સામેલ છે.SS1MS