Western Times News

Gujarati News

બોલિવુડના ઘણા સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ

મુંબઈ, વાસ્તવમાં દરેક સામાન્ય માણસનું સપનું હોય છે કે તેની પોતાની કાર હોય, જેમાં તે પોતાના પરિવાર સાથે બેસીને બહાર જઈ શકે. પરંતુ જ્યારે સુપરસ્ટારના સપનાની વાત આવે છે, ત્યારે અંગ્રેજી કહેવત ‘સ્કાય ઇઝ ધ લિમિટ’ તેમના માટે એકદમ સાચી છે. આનો અર્થ એ છે કે તેમના માટે કંઈપણ શક્ય છે.જેમ કાર ખરિદવાનો સપનુ હોય છે તેમ જ લોકો એવું પણ ઈચ્છે છે કે પોતાનુ પ્રાઈવેટ જેટ પણ હોય જેમાં પરિવાર સાથે ફરી શકાય.

જાે કે આપણે જમીન પર બેસીને ઉંચી ઉડવાનું સપનું જાેતા હોઈએ છીએ, પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ જ્યારે ઈચ્છે ત્યારે, કોઈ પણ સપના વગર, પોતાના ‘પ્રાઈવેટ જેટ’માં બેસીને હવામાં ઉંચી ઉડી શકે છે. તો ચાલો જાણીએ કે કયા એ બોલિવુડ એક્ટર કે એક્ટ્રેસ છે જે પોતાનુ ખુદનુ પ્રાઈવેટ જેટ ધરાવે છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને તો આપડા દાદાથી લઈને નાના બાળકો સુધી બધા જ જાણે છે.

તેમની જીવનશૈલી લક્ઝરીયસ છે. થોડા વર્ષો પહેલા અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના પ્રાઈવેટ જેટની એક ઝલક શેર કરી હતી.હકીકતમાં, પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતવા બદલ અભિષેકે તેના પિતાને અભિનંદન આપવા માટે તેના માતાપિતા સાથે જે તસવીર પોસ્ટ કરી હતી, તેમાં તે પ્રાઈવેટ જેટમાં બેઠો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ જેટની કિંમત ૨૬૦ કરોડ રૂપિયા છે.

જાેકે, પ્રાઈવેટ જેટ હોવા અંગે બચ્ચન પરિવાર તરફથી ક્યારેય કોઈ પુષ્ટિ થઈ નથી. પોતાનું ‘પ્રાઈવેટ જેટ’ ખરીદવાનું શાહરૂખ ખાનનું સપનું હતું. તે અવારનવાર પોતાના પરિવાર સાથે ખાનગી જેટ દ્વારા વિદેશ પ્રવાસ કરે છે. રિપોર્ટ્‌સનું માનીએ તો સેલિબ્રિટી કપલ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે.

આ જેટ શાનદાર છે અને તેમાં ઘણી આરામદાયક સુવિધાઓ છે. અહેવાલો અનુસાર, હોલીવુડ અને બોલિવૂડ બંનેમાં પોતાનો જાદુ દેખાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જાેનાસ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. આ પ્રાઈવેટ જેટના કારણે તે ઓછા સમયમાં તેના શૂટિંગ ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે. કહેવાય છે કે વોર એક્ટરને ચોપર અને પ્રાઈવેટ જેટથી મુસાફરી કરવી ગમે છે, કારણ કે તે ઓછા સમયમાં શૂટિંગ પર પહોંચી શકે છે. જાેધા અકબરના શૂટિંગ દરમિયાન ટ્રાફિકથી બચવા માટે હૃતિક મુંબઈથી નીતિન દેસાઈ સ્ટુડિયો સુધી ચોપર દ્વારા મુસાફરી કરતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.