ખાધ પદાર્થોના પેકેટ ઉપર માત્રા લખવાથી અનેક રોગો થતા અટકશે
બિન ચેપી રોગોનું જાેખમ વધતું હોવાથી ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ હાલના સમયની તાતી જરૂરીયાતઃ ડો.દિલીપ માવલંકર
(એજન્સી)ગાંધીનગર, દેશમાં બંધ પેકેટમાં જે ખાધ પદાર્થો વેચાય છે. તેમાં આગળના ભાગમાં સારી રીતે દેખી શકાય તેમ ખાડ ચરબી અને મીઠાની વૈજ્ઞાનીક રીતે નિર્ધારીત માત્રા લખેલી હોવી જાેઈએ તેવો સુર ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ ગાંધીનગર દ્વારા યોજાયેલી બેઠકમાં નિષ્ણાતોએ વ્યકત કર્યો છે.
બીન ચેપી રોગોના જાેખમ સામે નાગરીકોએ સુરક્ષા પ્રદાન કરવામાં ફુડ લેબલનીસ ભુમીકા હવે મહત્વની હોવાનું પણ તજજ્ઞોએ જણાવ્યું હતું.
ભારત સરકાર ખાધ પદાર્થનો પેકેટ માટે ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ નિયમન લાગુ કરવા જઈ રહી છે. ત્યારે પરામર્શ બેઠકમાં વિવિધ ક્ષેત્રના પ્રતીનીધીઓએ તેમના મત વ્યકત કર્યા હતા. આઈઆઈપીએચના ડાયરેકટર ડો.દીલીપ માવલંકરે જણાવ્યું હતું કે
આ જાેખમ બીજા વિકાસશીલ દેશોની જેમ ભારતમાં પેકેજડ ફુડના વપરાશમાં થયેલા વધારા સાથે જાેડાયેલી બાબત એ છે કે ખાધ પદાર્થો વધુ પડતી પ્રક્રિયા કરેલા અલ્ટ્રા પ્રોસેસીડ હોવા ઉપરાંત તેમાં ખાંડ મીઠુ અને ખરાબ ચરબી જેવા હાનીકારક તત્વો વધુ હોય છે.
ભારતમાં બીન ચેપી રોગોનું જાેખમ વધારતા આ નકારાત્મક પોષક તત્વોથી ભરપુર ઉત્પાદન વિશે લોકોને ચેતવણી આપતું ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ હાલના સમયની તાતી જરૂરીયાત છે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની આસી. ડાયરેકટર બીના વડાલીએ કહયું હતું કે વિશ્વભરમાં મૃત્યુ માટે અન્ય કોઈપણ જાેખમી પરીબળ કરતા બિન આરોગ્યપ્રદ આહાર વધુ જવાબદાર છે.
સ્થૂળતા ટાઈપ-ર ડાયાબીટીસ અને હૃદયરોગનું મુખ્ય કારણ છે. શહેરી અને ગ્રામીણ બાળકો ચીપ્સ ઈન્સ્ટન્ટ નુડલ્સ અને આઈસ્ક્રીમ મોટા પ્રમાણમાં ખાય છે. ત્યારે નિર્ધારીત કરવા વવધુ માત્રા ધરાવતા પીણા કે ખાધ પદાર્થો બાળકોને મોટા પ્રમાણમાં બિન ચેપી રોગોથી પ્રભાવીત કરે છે.
અદાણી ફાઉન્ડેશનના એડવાઈઝર કવીતા સરદાનાએ કહયું હતું કે ફુડ સેફટી અને સ્ટાન્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ આ મહત્વની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આશા છે કે તે પોષણ વિરોધી તત્વોના જથ્થાની મર્યાદા નકકી કરતું સરળ લેબલ અપનાવશે. ઈન્દુબેન ખાખરાવાલાના ડાયરેકટર સત્યેન શાહે એફઓપીએલને તંદુરસ્ત ભવીષ્ય તરફનું યોગ્ય પગલું ગણાવ્યું હતું.