૨૦૨૨માં હિટ થયેલા ઘણા ગીતોએ ખૂબ વાહવાહી મેળવી
મુંબઈ, વર્ષ ૨૦૨૨ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે આ વર્ષ દરમિયાન ભારતમાં એવા ટોપ-૧૦ ગીતો ખૂબ જ ચર્ચામાં રહ્યા અને ખૂબ જ લોકપ્રિય પણ સાબિત થયા. તો આ કયા ગીતો છે કે જે ૨૦૨૨માં થયા હિટ. આ ગીતની યાદીમાં હિન્દી ગીતથી લઈ ભોજપુરી અને સાઉથના ગીતનો પણ સમાવેશ થાય છે.
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મોની રૉય સ્ટાટર ફિલ્મ બ્રહ્માસ્તનુ ગીત ‘કેસરિયા’ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. આ ગીત નંબર-૧ રહ્યું હતું.
ગીતને અરિજિત સિંહએ પોતાને અવાજ આપ્યો હતો. આ ગીતને લઈ વ્યાપક પ્રમાણમાં વિવાદ પણ થયો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે એક ગીતમાં રણબીર ભાગતો ભાગતો મંદિરમાં જાય છે, જાેકે તે સમયે તેણે પગમાં પગરખા પહેરેલા હતા. આ ઉપરાંત અન્ય એક દ્રશ્યમાં રણબીર જૂતા પહેરીને મંદિરમાં ઘંટ વગાડે છે. જેડા નશા સોંગ-રાતો રાત ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય થઈ ગયું હતું.
આ ગીત પર લોકોએ ખૂબ જ રીલ્સ બનાવી છે. આ સોંગ આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. આ ઉપરાંત આ ગીતનું રીમેક આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ એન એક્શન હીરોમાં પણ જાેવા મળ્યું છે. આ ગીતમાં આયુષ્યમાન અને નોરા ફતેહી જાેવા મળી રહ્યા છે.
જુગ જુગ જીયોનું નાચ પંજાબન લોકો વચ્ચે એક હીટ ગીત તરીકે ઉભરી આવ્યું. ઈન્સ્ટાગ્રામમાં રીલ અને કેટલાક વધારે સારા રીમેકમાં લાખો રચનાત્મક રીલ્સ જાેવા મળી છે.
આ સોંગ લગ્ન તથા પાર્ટીની પ્લેલિસ્ટમાં સૌથી ઉપર રહ્યું હતું. ટાઈટલ ટ્રેકમાં અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા આડવાણી પણ જાેવા મળ્યા હતા. શ્રીલંકાના સિંગર યોહાની ના ગીતનું લિરિક્સ ઘણાબધા લોકોને સમજમાં ન આવ્યું, પણ આ ગીત યુટ્યુબ પર ખૂબ જ પ્રમાણમાં લોકો દ્વારા સાંભળવામાં આવ્યું. ફિલ્મ ‘થેંક ગૉડ’ પર આ ગીતનું હિન્દી વર્જન પણ બન્યું છે.
નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ગીતને વિશેષ બનાવી દીધુ છે. મણિકેમૂવ યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હંમેશા ટોપ પર રહે છે. દર્શકોએ આ ગીતને ખૂબ જ પસંદ કર્યું છે. આ સિવાય પણ ઘણા ગીતો સુપરહિટ થયા.SS1MS