Western Times News

Gujarati News

હોમ લોન કે ઓટો લોનના નામે બ્લેકમેઈલીંગ કેસમાં અનેક લોકો ભોગ બન્યા

સ્થાનિક ઘણી એપ્લીકેશનમાં પણ ફોટા મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી અપાઈ હતી

(એજન્સી)અમદાવાદ, જરૂરીયાતમંદ લોકો લોન લેવા માટે તમામ ડોકયુમેન્ટ અને ફોટા આપવા તૈયાર થઈ જતા હોય છે. લોન ઓફર કરતી ચોકકસ એપ્લીકેશન ચલાવતા તત્વો લોનની પ્રોસેસ માટે લીધેલા ફોટો મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હોય છે.

આ સમગ્ર બ્લેકમેઈલકાંડનો પર્દાફાશ કરી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફોડ નેટવર્કનું મુળ ચાઈનામાં હોવાનું શોધી કાઢી ભારતમાંથી ઓપરેશન કરતા બે ઠગને ઝડપી લીધા છે.

અમદાવાદમાં જ આવી રીતે ઘણા લોકો ભોગ બન્યા છે. પરંતુ બદનામ થવાના ડરે તેઓ ફરીયાદ કરવાનું ટાળી રહયા છે. આ ઘટના બાદ હવે ભોગ બનનારા લોકો ફરીયાદ કરતા થાય તેમ લાગી રહયું છે. જે લોકો ઝડપાયા છે. તેમની પાસેથી પણ તેમનો ભોગ બનેલા સંખ્યાબંધ લોકોના ડેટા અને તેમના આગામી ટાર્ગેટની વિગતો મળી આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમના અજીત રાજયાન અને જીતેન્દ્ર યાદવની ટીમે શોર્ટ ટર્મ લોનના નામે લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા ષડયંત્રનો પર્દાફાશ કરીને ચોકાવનારો ખુલાસા કર્યો છે. લાંબો સમય સુધી તપાસ કરી પુનમ અને નોઈડાથી બે આરોપીને ઝડપી લેવામં આવ્યા છે.

આ પ્રકરણની તપપાસમાં વધુ લોકોની સંડોવવણી પણ છતી થાય તેવી સંભાવના છે. બેકના રિકવરી એજન્ટવો તોછડું વર્તન કરે છેઃ

હોમ લોન કે ઓટો લોન લેેનારા ઘણા શહેરીીજનો પાસેથી ઉઘરાણી માટે બેકો દ્વારા રાખવામાં આવેલા રીકવરી એજન્ટો તોછડું વર્તન કરતા હોય છે. એકાદ દિવસ પણ લોનનો હપ્તો ભરવામાં લેટ થાય તો અસભ્ય ભાષામાં વાત કરવામાં આવતી હોય છે.ઘણી વખત તો રીકવરી એજન્ટો તેમના પર હુમલો કરતા હોવાની ફરીયાદો પણ થઈ છે.

જામીનને ફોન કરી ધાકધમકી આપતી હોવાની ફરીયાદઃ કોઈપણ બેક પાસેથી પર્સનલ લોન કે અન્ય લોન લેવામાં આવી હોય ત્યારે લોન લેનારના સ્વજન કે મિત્રોના નામ રેફરન્સ તરીકે આપવામાં આવ્યા હોય છે. બેકમાંથી કન્ફર્મ કરવા માટે આવા લોકોને ફોન કરવામાં આવતા હોય છે. જયારે લોનધારકનો હપ્તો લેટ થાય કે કોઈ સમસ્યા ઉભી થાય તો જે લોકો જામીનમાં રહયા હોય તેમને પણ ફોન કરીને અસભ્ય વર્તન કરવામાં આવતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.