મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમા અરવલ્લી જિલ્લામા અનેક કાર્યક્રમ યોજાયા
પ્રતિનિધિ.મોડાસા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય કક્ષાના માન. મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારબાદ મોડાસા તાલુકાના સરૂપુર ગામના બી.એમ.સી પ્લાન્ટના લોકાર્પણ કરવામાં આવ્યું, મોડાસા તાલુકાના સાકરીયા ગામે સાકરીયા જિલ્લા પંચાયતની બેઠક યોજવામા આવી.
આ કાર્યક્રમોમા સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમા ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે રાજ્યસરકાર પરત આપી રહી છે.રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા લોકો સુધી પોહચાડી રહ્યા છીએ.અરવલ્લી જિલ્લામાં પણ પ્રગતિના પંથે છે ત્યારે આવા અનેક કાર્યો થકી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આ કાર્યક્રમમા અગ્રણીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.