સાઉથ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સચેન્જ દિલ્હીમાં ઈન્ડિયા એક્સપો સેન્ટર ખાતે યોજાશે
પ્રવાહોનું માપન અને ભાગીદારીઓ નિર્માણ કરવી તે સાઉથ એશિયાના અવ્વલ અને વખણાતા ટ્રાવેલ શોની 27મી આવૃત્તિ માટે મુખ્ય ફોકસ રહેશે
ભારતની અગ્રણી બીટુબી પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા (અગાઉની યુબીએમ ઈન્ડિયા) 8મીથી 10મી જાન્યુઆરી, 2020ના રોજ ઈન્ડિયા એક્સપો સેન્ટર, ગ્રેટર નોઈડી, દિલ્હી- એનસીઆર ખાતે સાટે (સાઉથ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સચેન્જ)ની 27મી આવૃત્તિ લાવવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. આ વર્ષે લગભગ 50 દેશ અને 104 ભારતીય શહેરોમાંથી 1050 પ્રદર્શનકારીઓ અને બાયર્સ અને પ્રવાસ વ્યાવસાયિકો પ્રદર્શનમાં પધારવા સુસજ્જ છે. આ પ્રદર્શન દુનિયાભરનાટ્રાવેલ, ટુરીઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યાવસાયિકો માટે વ્યાપક મંચ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. આ પ્રદર્શન ઈનબાઉન્ડ, ડોમેસ્ટિક અને આઉટબાઉન્ડ બજારોના ખેલાડીઓ માટે પણ મંચ ઓફર કરે છે.
નવી વેપાર ભાગીદારીઓ અને ઘોષણા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ ત્રણ દિવસીય પ્રદર્શન ઉદ્યોગમાં નવા પ્રવાહો પ્રદાન કરવા અને ચર્ચા કરવા વચનબદ્ધ છે. તેમના વાર્ષિક વચનને બંધાયેલી રહેતાં સાટે 2020 ભારતનું ટુરીઝમ પ્રદાન કરે તે પડકારો અને તકોને પહોંચી વળીને ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકવા માટે વિચારપ્રેરક પરિષદોનું આયોજન કરશે. સાટે 2020ને વિવિધ ભારતીય અને અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ અને ટ્રેડ એસોસિયેશનો, વેડિંગ પ્લાનરો, કોર્પોરેટ ટ્રાવેલના નિર્ણયના ઘડવૈયાઓ, રોકાણકારો વગેરે પાસેથી સક્રિય રીતે ટેકો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.
ઈન્ડોનેશિયા સાટે 2020 માટે તેનો અવ્વલ ભાગીદાર દેશ હોઈ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, દુબઈ, સાઉથ આપ્રિકા અને શ્રીલંકા ભાગીદાર દેશો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગોવાઓ ભાગીદાર રાજ્યો તરીકે સમર્થન આપ્યું છે, જ્યારે ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જૂજ અમુક રાજ્યો પણ તેમાં જોડાવા સુસજ્જ છે.
વિચારપ્રેરક પરિષદો સાથે સાટે 2020માં ઘણાં બધાં સત્રો અને વર્કશોપ્સ યોજાશે, જેની પ્રસ્તુતિ અને આગેવાની ઉચ્ચ રૂપરેખા ધરાવતા વક્તાઓ અને ઉદ્યોગના દિગ્ગજો કરશે, જેઓ ઉદ્યોગનાં બધાં પાસાંઓમાંથી વિષય આવરી લેશે. સાટે 2020ને ટેકો આપતાં ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન (યુએનડબ્લ્યુટીઓ)ના પ્રતિનિધિઓ પહેલા દિવસે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંજોગો અને ટુરીઝમ પ્રવાહો પર સૌપ્રથમ પેનલ ચર્ચા પ્રસ્તુત કરશે.
બીજી પેનલ ચર્ચા સાહસિક ટિરીઝમ: નવી ક્ષિતિજો ઉજાગર કરવા પર રહેશે, જેમાં સાહસિક ટુરીઝમમાં મોટા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બીજા દિવસે સાટે 2020 પરિષદ કોર્પોરેટ ટ્રાવેલ કોમ્યુનિટી (સીટીસી) દ્વારા પાવર્ડ ફરી એક વાર કોર્પોરેટ ટ્રાવેલ દિવસ હશે, જેમાં એરલાઈન પ્રોગ્રામ્સ + એનડીસી એજ્યુકેશન ફોરમ અને ધ એકોમોડેશન આઉટલૂક એન્ડ ટેકનોલોજી ઈનોવેશન્સ એજ્યુકેશન ફોરમ પર બે શક્તિશાળી સત્રોનું આયોજન કરાશે. ઉપરાંત નેટવર્ક ઓફ ઈન્ડિયા માઈસ એજન્ટ્સ (એનઆઈએમએ) માઈસ ટુરીઝમ પર 5 સત્રો અને 2 વર્કશોપ યોજવા માટે સુસજ્જ છે.
સાટે ટુરીઝમ મંત્રાલય તેમ જ સર્વ રાજ્યનાં ટુરીઝમ મંત્રાલયો/ મંડળો અને એકંદરે ભારતીય ટ્રાવેલ અને ટુરીઝમ જગતના એકધાર્યા ટેકા સાથે સતત વૃદ્ધિ પામી રહ્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / સંગઠનો અને ભારતીય ટ્રાવેલ ટ્રેડ સંગઠનોમાં વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન (યુએનડબ્લ્યુટીઓ), ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (આઈએટીઓ), ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ટીએએઆઈ), એસોસિયેશન ઓફ ડોમેસ્ટિક ટુર ઓપરેટર્સ ઓફ ઈન્ડિયા (એડીટીઓઆઈ), ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીએએફઆઈ), આઈએટીએ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (આઈએએઆઈ), ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (આઈસીપીબી), યુનિવર્સલ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન (યુએફટીએએ), પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિયેશન (પીએટીએ) અને એન્ટરપ્રાઈઝિંગ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન (ઈટીએએ) વગેરે એકધાર્યો ટેકો આપતાં હોવાથી સાટેના પ્રયાસોને વધુ બુલંદ બનાવવામાં મદદ મળી છે.
સાટે 2020 તરફથી અપેક્ષાઓ પર બોલતાં ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટરો શ્રી યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે દર વર્ષે અમે સાટેને વધુ ભવ્ય બનાવવા પ્રયાસ કરીએ છીએ અને આ વર્ષે અમે અમારા પ્રદર્શનકારીઓ અને ભાગીદાર દેશો અને રાજ્યો તરફથી એકધાર્યા ટેકા સાથે નવી ઊંચાઈએ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તેજ ગતિથી વૃદ્ધિ સાથે 2018માં ટ્રાવેલ અને ટુરીઝમ ક્ષેત્રે જીડીપીમાં રૂ. 16.91 લાખ કરોડ (40 અબજ ડોલર)નું યોગદાન આપ્યું હતું અને 2028 સુધી તે રૂ. 32.05 લાખ કરોડ સાથે 6.9 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામવાની ધારણા છે.ભારત સરકારે ટુરિસ્ટોને ભારતમાં વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહન આપવા અને દેશના ટુરીઝમને ગતિ આપવા માટે ટેક્સ રિફંડ ફોર ટુરિસ્ટ્સ (ટીઆરટી) રજૂ કર્યું છે. ભારત ભૌગોલિક વૈવિધ્યતા ઓફર કરેછે અને આગવી ટુરીઝમ પ્રોડક્ટો, ક્રુઝ એડવાન્ચર્સ, ઈકો- ટિરીઝમ અને ગ્રામીણ તથા ધાર્મિક ટુરીઝમનો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોને લઈને દેશમાં મોટી સંખ્યામાં પર્યટકો દોરાઈ રહ્યા છે. આપણા ડોમેસ્ટિક, ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ટુરીઝમે છેલ્લાં પાંચ વર્ષમાં પૂરતી વૃદ્ધિ નોંધાવી છે.
સરકારે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પહેલો પણ રજૂ કરી છે, જે ટુરીઝમ ક્ષેત્રમાં રોકાણોને હતિ આપવાનો પ્રયાસ કરશે. અતુલનીય ભારત 2.0 ઝુંબેશમાં તેનું મોબાઈલ એપ રજૂ કરાયું હતું, જે ભારતમાં પ્રવાસીઓને સહાય કરશે અને દેશમાં પ્રવાસના અનુભવો પ્રદર્શિત કરશે. ક્ષેત્રમાં આવી અતુલનીય વૃદ્ધિ સાથે સાટે ટ્રાવેલ અને ટુરીઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા માટે મહત્ત્વપૂર્ણ છે.
વાસ્તવમાં ડેસ્ટિનેશન વેડિંગ્સના પ્રવાહને અમારા પ્રદર્શનકારીઓને આ વર્ષે ઉત્તમ રીતે આકર્ષિત કર્યા છે અને તેથી સાટે 2020 એવું પરિપૂર્ણ પ્રદર્શન છે, જે આવા પ્રવાહોનું માપન અને વિશ્લેષણ કરવા સાથે ક્ષેત્રમાં પ્રગતિના વરતારો આપે છે અને સતત ઉત્ક્રાંતિ પામતા આ ઉદ્યોગમાં વેપારોને મદદરૂપ થવા માટે સુચારુ નિવારણો આપે છે, એમ શ્રી મુદ્રાસે જણાવ્યું હતું.
ઈન્ફોર્મા માર્કેટ્સ સાટેનાં મૂલ્યોમાં ઉત્તમ રીતે કેળવાયેલી ફિલોસોફી ટ્રાવેલ અને ટુરીઝમ ઉદ્યોગમાં જેન્યુઈન અને અસલ પરિમાણો, ઈનોવેશન અને એક્સલન્સ પર આધારિત ટ્રાવેલ અને ટુરીઝમ ઉદ્યોગમાં મુખ્ય હિસ્સાધારકોને ઓળખવા અને ઉત્કૃષ્ટતા, સફળતા અને નાવીન્યતાની ઉજવણી કરવા માટે ટી3 દ્વારા પાવર્ડ સાટે એવોર્ડસની 4થી આવૃત્તિનું પણ આયોજન કરી રહી છે.
નવા પ્રવાહના પર્યટન સ્થળ તરીકે ઊભરતા થાઈલેન્ડ વિશે બોલતાં ટુરીઝમ ઓથોરિટી ઓફ થાઈલેન્ડના ડાયરેક્ટર શ્રી ઈસરા સ્તપનાસેઠે જણાવ્યું હતું કે ટુરીઝમ ઓથોરિટી ઓફ થાઈલેન્ડ (ટીએટી) આશરે 80 થાઈ પ્રદર્શનકારીઓ સાથે નવી દિલ્હીમાં સાઉથએશિયા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સચેન્જ 2020 (સાટે 2020)માં ભાગીદાર દેશ તરીકે સહભાગી થશે, સાટેમાં થાઈ પ્રદર્શનનો આ સૌથી મોટો મેળાવડો હશે, જે સાટે 2019માં કુલ 70 જેટલો નોંધનીય રીતે વધ્યો છે. આ વર્ષે સાટેમાંથાઈલેન્ડની હાજરીનું 12મું વર્ષ છે. દર વર્ષની જેમ ટીએટી ભારતીય ટ્રાવેલ ટ્રેડ માટે વધુ ને વધુ થાઈલેન્ડમાંહોટેલો, એરલાઈન્સ, ડીએમસી અને આકર્ષણો રજૂ કરવાની આશા છે. અમારી ઝુંબેશ ઓપન ટુ ધ ન્યૂ શેડ્સ હજુ મજબૂત રીતે ચાલી રહી છે. સાટે 2020 દરમિયાન ટીએટી એમેઝિંગ થાઈલેન્ડ ડેસ્ટિનેશન પ્લસ પણ રજૂ કરશે, જે મુખ્ય શહેરોને ઊભરતાં શહેરો અને દ્વિતીય શહેરો સાથે જોડશે. આ વર્ષે સાટેમાં અમે અમારા બૂથમાં અંબ્રેલા પેઈન્ટિંગ અને થાઈ બોક્સિંગ શો પ્રદર્શિત કરીશું.
ઉદ્યોગના પ્રવાહો વિશે બોલતાં તિરુન ટ્રાવેલ માર્કેટિંગના સીઈઓ શ્રી વરુણ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ભારત પારંપરિક ફ્લાય લેન્ડ ટુર પેકેજીસ ઉપરાંત નવા વેકેશન વિકલ્પો માટે જોતા ઊભરતા મધ્યમ વર્ગ સાથેની મોટી વસતિ ધરાવે છે. આજે ભારતીય ગ્રાહકોમાં ક્રુઝિંગ માટે જાગૃતિ અને આકર્ષણ વધ્યાં છે. અમારા જેવીપરિવારલક્ષી અને નાવીન્યપૂર્ણ ક્રુઝ લાઈન્સ ક્રુઝિંગ માટે તેમની માગણીઓને ઈંધણ અને સંતોષ આપી શકે છે, કારણ કે અમારી બ્રાન્ડ્સ મલ્ટીજનરેશનલ ફેમિલી ગ્રુપ્સ, કોર્પોરેટ ગ્રુપ્સ અને વેડિંગ્સ ગ્રુપમાં પ્રવાસ કરવા માગતા ભારતીયોને સ્પર્શે છે,સ જે આગામી લોકપ્રિય પ્રવાહ છે.
સાટે 2020માં અમે અમારું નેટવર્ક વધારવા, અમારા મોજૂદ ભાગીદારો સાથે સંબંધોનું નિર્માણ, જોડાણકારોની શોધ અને બજારનું એકંદર ભાન વધારવા માટે ઉત્સુક છીએ.
24×7 રૂમ્સ.કોમના જનરલ મેનેજર શ્રી દાનિશ ફૈરોઝે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક મંદીએ દેખીતી રીતે જ એકંદરે ટુરીઝમ ઉદ્યોગને અસર કરી છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે પ્રવાસીઓ હજુ પણ પ્રવાસ કરી રહ્યા છે, જોકે ટિકિટ મૂલ્ય ઘટ્યું છે, જેથી મુકામની મુદત ઓછી થઈ છે અથવા હોટેલની શ્રેણી નીચે ગઈ છે. મુખ્ય એરલાઈન્સ આ વર્ષે મધ્યમાં બહાર નીકળી જતાં મોટું અંતર પડ્યું છે અને અમને તેથી જ એકંદરે ઉડ્ડયન ઉદ્યોગને ઉપર લાવવા માટે પગલાં લેવા સરકાર અથવા ખાનગી ભાગીદારો પાસેથી ટેકાની જરૂર છે. દર વર્ષની જેમ અમે અમારા વહાલા ભાગીદારોને સાટે 2020 દરમિયાન ત્રણ દિવસમાં એક છત હેઠળ આવીને મળે તે માટે ઉત્સુક છીએ અને અમે આ બેઠકો પછી અમારી સાથે જોડાણ કરનારા સંભાવ્ય ભાગીદારોનું સ્વાગત કરવા અમે રોમાંચિત છીએ. સાટેએ વેપાર વિસ્તરણ તકોની દષ્ટિથીએ અમને ક્યારેય નિરાશ કર્યા નથી.
જેન્ટિંગ ક્રુઝ લાઈન્સના ભારત અને સાઉથ એશિયાના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી નરેશ રાવળે જણાવ્યું હતું કે ભારતીય આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ ટિયર અને ટિયર 3 શહેરોમાંઅદભુત રીતે વધી રહ્યાંછે. મોટા ભાગનાં આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન ભારતમાં બધા ટિયર 1 અને ટિયર 2 બજારો નિકટતાથી જોડાયેલાં છે ત્યારે અન્ય શહેરોમાં કનેક્ટિવિટી વધારતાં ઈચ્છુક આઉટબાઉન્ડ પ્રવાસીઓને આકર્ષવામાં મદદ થશે. ડ્રીમ ક્રુઝીસ સાટે 2020માં ભારતમાં વૈશ્વિક ઉત્કૃષ્ટતાનો ખાસ નંગ લાવી રહી છે. સાટે અમારા ઉદ્યોગના ભાગીદારો સાથે નેટવર્કિંગ અને મળવાની વાત આવે ત્યારે અમારી અપેક્ષાઓમાં પાર ઊતરી છે. અમે આ વર્ષના પ્રદર્શનનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છીએ, જ્યાં અમે માનીએ છીએ કે નવાગંતુકો અને નવા સંભાવ્ય ભાગીદારો સાથે મળીને ભારતીય બજારમાં વધુ વૃદ્ધિ કરવામાં અમને મદદ થશે.
મરાસા આફ્રિકા કેનિયાના સેલ્સ અને માર્કેટિંગના હેડ કંદર્પ અમીને જણાવ્યું હતું કે મરાસા આફ્રિકા લગભગ 9 વર્ષથી સાટે સાથે નિકટતાથી સંકળાયેલી છે અને આ ભાગીદારી કરવા અમે ગૌરવ અનુભવીએ છીએ. હોટેલિયર તરીકે અમે 2020ની આવૃત્તિમાં ગુણવત્તાયુક્ત અને સંભાવ્ય ખરીદદારોને મળવા, મુલાકાતીઓ સાથે વાટાઘાટ કરતા ઉત્સુક છીએ, જેા થકી અમને પ્રત્યક્ષ પૂછપરછ આવીને આકર્ષક પરિણામો મળશે. અમને ખાતરી છ કે સાટે ખાસ કરીને આગામી 3 વર્ષમાં વૃદ્ધિ પામવાનું ચાલુ રાખશે અને ભારતમાં નં. 1 હોસ્પિટાલિટી ટ્રેડ શો તરીકે તેમનું સ્થાન વધુ સક્ષમ બનાવશે.