Western Times News

Gujarati News

અમદાવાદમાં મેરેથોન યોજાઈ, CMએ લીલી ઝંડી બતાવી

અમદાવાદ, આજે સરદાર પટેલ જ્યંતી નિમિતે અમદાવાદમાં મેરેથોન યોજાઈ હતી. સરદાર પટેલ જ્યંતીના દિવસે રન ફોર યુનિટીના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરાયું હતું. મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી. ૪.૨ કિલોમીટરના અંતરની મેરેથોનમાં હજારો લોકો જાેડાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી. જે કુલ ૪.૨ કિલોમીટર અંતરનું હતું. આ યુનિટી રનમાં અંદાજિત ૭,૦૦૦થી વધુ લોકો જાેડાયા હતા.

જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલર તેમજ અન્ય મહાનુભાવો ભાગ લીધો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે ૭ઃ૦૦ વાગ્યે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી ૩ કિલોમીટરના રૂટને આવરીને સરગમ શોપિંગ સેન્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે. આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, ચેરમેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કોર્પોરેટર, મહાનુભાવો તેમજ એન.જી.ઓ. સહિત ૩,૦૦૦થી વધુ લોકો જાેડાયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન કીર્તિ સ્તંભ, વડોદરાથી શરૂ કરીને ડેરી ડેન સર્કલ સુધી ૪.૫ કિલોમીટર સુધી રૂટને આવરી આવરીને પૂર્ણ થશે. સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલર તેમજ અન્ય મહાનુભાવો સહિત ૭,૫૦૦થી વધુ લોકો જાેડાયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી રન સવારે ૭ઃ૦૦ વાગ્યે, રેસકોર્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે જે ૩ કિલોમીટરનું અંતરને આવરીને પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં ૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.