મરધાને સરકારે ચીસો પાડવા માટે આપી આઝાદી
નવી દિલ્હી, આપણની સામે અનેક પ્રકારના અજીબોગરીબ કાયદાઓ આવતા હોય છે. ત્યારે આ સરકારે મરઘાને લઈને એક ખાસ કાયદો પસાર કર્યો છે, જેમાં મરઘાઓને ચીસો પાડવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
તમે દુનિયાભરમાં ઘણા અજીબોગરીબ કાયદાઓ જોયા જ હશે, પરંતુ હાલના સમયમાં આ પ્રકારના કાયદાની ચર્ચા થઈ રહી છે, તેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
સરકાર મરઘીઓને ચીસો (બાંગ) પાડવાનો અધિકાર આપી રહી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ મરઘાની બાંગથી પરેશાન છે અને તેની સામે ફરિયાદ કરે છે તો તેની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કાયદાનું સમર્થન કર્યું છે અને આ નવો કાયદો સેનેટ સુધી પહોંચ્યો છે.
કાયદા મંત્રીએ X પર ( ટ્વિટર પર) કહ્યું કે, ‘આ કાયદો ખેડૂતો સામેના કાયદાકીય કેસોનો અંત લાવશે, તેઓ ફક્ત તેમનું કામ કરે છે જેથી અમે ખોરાક ખાઈ શકીએ.
આ સામાન્ય જ્ઞાનની વાત છે. બીએફએમ ટીવી અનુસાર, લગભગ ૫૦૦ ખેડૂતો હાલમાં તેમના ખેતરોમાંથી બાંગ અથવા ગંધના મુદ્દે પડોશીઓ તરફથી કેસોનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે આ કાયદાના અમલ પછી પડોશીઓ માટે અવાજ, ગંદકી અને પ્રાણીઓની દુર્ગંધ અને કૃષિ સાધનોની ફરિયાદ કરવી સરળ રહેશે નહીં.SS1MS