સ્પેનથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક સર્જનોની એક ટીમ મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં આવી
· અદ્યતન રોબોટિક ટ્રુ એલાઈન સર્જરીના વિશિષ્ટ ઓબિસર્વેશન માટે સ્પેનના 6 પ્રતિષ્ઠિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોની ટીમનું અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં સ્વાગત કરવામાં આવ્યું
· CUVIS રોબોટિક સર્જરી જેમાં રોબોટિક ટ્રુ અલાઈન ટેક્નિક દ્વારા વિશેષ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર કરવામાં આવે છે, જે વ્યક્તિગત દર્દીની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ છે.
Ahmedabad: Tuesday, 05th March 2024: મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ રોબોટિક ટ્રુ એલાઈનની અદ્યતન ટેક્નોલોજીમાં સ્કિલ એન્હાન્સમેન્ટ માટે એક વિશિષ્ટ તાલીમ વર્કશોપ માટે સ્પેનના ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોની ટીમને આવકારવા બદલ ગર્વ અનુભવે છે. Marengo CIMS Hospital is proud to receive Joint Replacement Orthopedic Surgeons from Spain for skill enhancement
આ વર્કશોપમાં સ્પેનના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોને રોબોટિક ટ્રુ એલાઈન સર્જરીની ચોકસાઇ અને અસરકારકતા જોવાની તક મૈરિંગો સિમ્સ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વર્કશોપનું નેતૃત્વ ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ડારિયા સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોગ્રામમાં લાઈવ રોબોટિક ટ્રુ અલાઈન સર્જરીનું અવલોકન, ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને રોબોટિક-આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નવીનતમ પ્રગતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી નોલેજ શેરિંગ મીટિંગ્સનો સમાવેશ થાય છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદના ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ ડારિયા સિંઘે જણાવ્યું હતું કે, “અમને સ્પેનના પ્રતિષ્ઠિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોને આવકારીને અને તેમની સાથે રોબોટિક ટ્રુ એલાઈન સર્જરીમાં અમારી કુશળતા શેર કરવામાં આનંદ થાય છે. કૌશલ્ય વૃદ્ધિની આ ઇવેન્ટ દર્દીના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પરિણામો માટે સહયોગ અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને દર્શાવે છે.
રોબોટિક ટ્રુ એલાઈન સર્જરી અત્યાધુનિક રોબોટિક્સ ટેક્નોલોજીને ટ્રુ એલાઇન સર્જરી ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટને ઑપ્ટિમાઇઝ કરી શકાય અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થતા દર્દીઓ માટે કાર્યાત્મક પરિણામોમાં સુધારો થાય. સ્પેનના ઇન્ટરનેશનલ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જનો માટે અમારી હોસ્પિટલમાં આવકારી, અમે સર્જિકલ પ્રેક્ટિસમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરીએ છીએ.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ટેક્નોલોજીકલ એડવાન્સિસ અપનાવીને, ટ્રુ એલાઈન ની રિપ્લેસમેન્ટ ટેકનિક અને વન ડે TKR (ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી) રોબોટ અને બાયો સેન્સર ટેક્નોલોજી લોન્ચ કરી છે. ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રમ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ દરિયા સિંઘ દ્વારા વિકસિત ટ્રુ અલાઈન ટેકનિક જે ખાસ શરીરના એક ભાગને અને પ્રોસ્થેસિસ એલાઇન્મેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની અસરકારકતા અને લેસ ઈન્વેસિવ નેચર માટે વૈશ્વિક પ્રશંસા મેળવી છે. બંનેને સંયોજિત કરીને, તેને R-TART (રોબોટિક ટ્રુ એલાઈન જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટેકનિક) કહેવામાં આવે છે – કારણ કે બંને ટેકનિકો વિવિધ ઇમેજિંગ પદ્ધતિઓ પર આધારિત છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ સ્વદેશી, ટાઈમ ટેસ્ટેડ અને ટ્રુ એલાઇન ટેક્નિક સાથે રોબોટિક સિસ્ટમ (મેરિલ ફ્રોમ ક્યુવિસ)થી સજ્જ છે, જેનો હેતુ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના સારા પરિણામો મેળવવાનો અને એલાઇન્મેન્ટને સુધારવાનો છે. અમારી હોસ્પિટલ બાયોસેન્સર-સક્ષમ છે અને ડિસ્ચાર્જ પછીની સંભાળ સર્જરી પછી દર્દીની સલામતીની ખાતરી કરે છે.
હોસ્પિટલ જોઈન્ટ સંબંધિત રોગો માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ પણ ઓફર કરે છે જેમાં નોન – ઈન્વેસિવ તબીબી વ્યવસ્થાપન, મિનિમલ ઈન્વેસિવ સર્જરીઓ અને વૈશ્વિક તકનીકી પ્રગતિને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ રિહેબ યોજનાઓ શામેલ છે. ટ્રુ અલાઈન રોબોટિક્સ સાથે જોડીને અને વન ડે TKR અભિગમને અમલમાં મૂકીને, દર્દીઓ ઝડપથી સાજા થાય છે, પેરી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ પીડા ઘટાડે છે, કાર્યક્ષમતા સુધારે છે અને સંતોષ વધારી શકે છે, અને સંભવિત દીર્ધાયુષ્ય સાથે કામ ફરી શરૂ કરી શકે છે.