પરિણીતિ-રાઘવના ૨૪ સપ્ટેમ્બરે ૪ વાગે લગ્ન, રાત્રે રિસેપ્શન
મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. પણ હવે તેની તારીખ આવી ગઈ છે. બહેન પ્રિયંકા ચોપડાની માફક પરિણીતિ ચોપડાના લગ્ન પણ રાજસ્થાનમાં યોજાશે. તેમના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે.
પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાના લગ્ન આ મહિને થવાના છે. કપલનું વેડિંગ કાર્ડ સામે આવ્યું છે. પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ડેટ સામે આવી ગઈ છે. લગ્નની તમામ રસમો ઉદયપુરની હોટલ લીલા અને તાજ લેક પેલેસમાં થશે. લગ્નનું જે કાર્ડ સામે આવ્યું છે, તેમાં જણાવ્યા અનુસાર કપલ ૨૪ સપ્ટેમ્બરે પંજાબી રીતિ રિવાજથી લગ્નના બંધને બંધાશે. લગ્નની રસમ ૨૩ સપ્ટેમ્બરે શરુ થશે. ૨૩ સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે પરિણીતિ ચોપડાની ચૂડા સેરેમની યોજાશે.
ત્યાર બાદ બપોરે લીલા પેલેસમાં મહેમાનો માટે લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સાંજે સંગીત સેરેમની થવાની છે. જેની થીમ ૯૦ હેસ્ડ હશે. ૨૪ સપ્ટેમ્બરે બપોરે ૧ કલાકે તાજ લેક પેલેસમાં રાઘવ ચઢ્ઢાના સેહરાબંધી હશે. બપોરે ૨ કલાકે તાજ લેક પેલેસથી જાન નીકળીને લીલા પેલેસ પહોંચશે.
લીલા પેલેસમાં ૨૪ની બપોરે ૩.૩૦ કલાકે વરમાળા કાર્યક્રમ યોજાશે. સાંજે ૪ વાગ્યે ફેરા થશે અને સાડા છ વાગ્યે પરિણીતિ ચોપડાની વિદાય થશે. ૨૪ની રાતે સાડા આઠ વાગ્યે કોર્ટયાર્ડમાં એક રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે. ત્યાર બાદ ૩૦ સપ્ટેમ્બરે ચંડીગઢ હોટલ તાજમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
પરિણીતિ ચોપડાએ લગ્ન પહેલા તમામ વર્ક કમિટમેંટ પુરા કરી લીધા છે. ફિલ્મ મિશન રાનીગંજનું શૂટીંગ લગભગ પુરુ થઈ ચુક્યુ છે. કહેવાય છે , ટૂંક સમયમાં તે ઉદયપુર જવા રવાના થવાની છે. આપને જણાવી દઈએ કે, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ ૧૩ મેના રોજ સગાઈ કરી હતી. સગાઈ ફંક્શન દિલ્હીના કપૂરથલા હાઉસમાં યોજાઈ હતી. ફંક્શનમાં ફક્ત પરિવારના લોકો અને નજીકના દોસ્તો સામેલ થયા હતા.SS1MS