લગ્ન પ્રસંગ વિના લગ્નનું રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ગણાશેઃ મદ્રાસ હાઈકોટ
નવી દિલ્હી, લગ્ન પ્રસંગ પહેલા લગ્નના રજીસ્ટ્રેશનને મદ્રાસ હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યુ છે. કોર્ટે એવું પણ કહ્યું કે, લગ્ન સમારંભ વગર કોઈ પણ લગ્નનું રજીસ્ટ્રેશન ફેક માનવામાં આવશે.
હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનું રજીસ્ટ્રેશન કરનારા અધિકારીઓનું એ કર્તવ્ય છે કે, તે રજીસ્ટ્રેશન કરતા પહેલા તપાસ કરે કે, હકીકતમાં લગ્ન થયા છે કે નહીં. હાઈકોર્ટે એવું પણ કહ્યુ કે, કોઈ પણ લગ્ન સમારંભ વિના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી દંપત્તિ પરણેલ છે તેવું કહેવાય નહીં.
સમાચાર અનુસાર, જસ્ટિસ આર વિજયકુમારે તે મેરેજ સર્ટિફિકેટને રદ કરી દીધું છે, જેમાં એક મહિલાને ધમકાવીને મેરેજ રજિસ્ટાર પર હસ્તાક્ષર કરાવ્યા હતા.
કોર્ટે કહયું કે, લગ્ન વગર વેરિફાઈ કર્યા વિના રજીસ્ટ્રેશન અથોરિટી કેવી રીતે કોઈ પક્ષ દ્વારા રજૂ કરાયેલા અરજીના આધાર પર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે ? જાે મેરેજ સર્ટિફિકેટ કોઈ લગ્ન સમારંભ વિના આપવામાં આવે તો તેને ફેક મેરેજ સર્ટિફિકેટ માનવામાં આવશે.
કોર્ટે આગળ કહ્યું કે, રજીસ્ટ્રેશન અથોરિટી ફક્ત કાનૂની રૂપ પર વિશ્વાસ કરી શકે નહીં અને આવી જ રીતે લગ્નના રજીસ્ટ્રેશન માટે આગળ વધી શકે નહીં.
રજીસ્ટ્રેશન અધિકારીને ખુદ આ વાતની તપાસ કરવી જાેઈએ કે, શું હકીકતમાં દંપતિએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો કે નહીં, જજે કહ્યું કે, તમિલનાડૂ લગ્ન રજીસ્ટ્રેશન અધિનિયમ ૨૦૦૯ની જાેગવાઈઓ અને તે અંતર્ગત બનાવેલા નિયમ સ્પષ્ટ રીતે એ વાત દર્શાવે છે કે, દંપતિ માટે લગ્નના એ સમારંભમાંથી પસાર થવું ફરજિયા છે, જે તેમના સંબંધિત ધર્મ પર લાગૂ થાય છે.
હકીકતમાં કોર્ટે એક મુસ્લિમ મહિલા દ્વારા પોતાનું લગ્નના રજીસ્ટ્રેશનને રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી.
મહિલાએ કહ્યુ કે, તેના પિતરાઈ ભાઈએ તેને ખોટુ બોલ્યું હતું કે, તેની માતા બિમાર છે અને બહાનું બનાવીને તેને કોલેજમાંથી લઈ ગયો, જાે કે તે તેને ઘરની જગ્યાએ એક સબ રજિસ્ટ્રારની ઓફિસે લઈ ગયો અને લગ્નના રજીસ્ટર પર સહી કરવા માટે ધમકી આપી હતી.SS1MS