યુવક સાથે લગ્ન કરી લૂંટેરી દુલ્હન દાગીના લઈને પલાયન
(એજન્સી) અમદાવાદ, જાે તમે લગ્ન કરવા ઈચ્છુક હો તો અને કોઈ પરિચિત વ્યક્તિઓ પાસેથી અજાણી વ્યક્તિનો સંપર્ક કરાવવામાં આવે તો ચેતી જજાે. કારણ કે ફરી એક વખત અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હન અને તેની ગગનો કિસ્સા બહાર આવવા પામ્યો છે. એક યુવકે ત્રણ લાખથી વધારે રૂપિયા ખચ્ર્યા હોવા છતાં પણ યુવતિએ તેની સાથે લગ્ન કર્યા નહોતા. અને આ ગંગના સભ્યો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. એટલુ જ નહીં યુવકને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જેને લઈને યુવકે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસેે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિર્ણયનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવક ડ્રાઈવર છે. અને આજથી છ મહિના પહેલાં યુવકના જ બ્લોકમાં રહેતા માલતીબેન દવેના નાના ભાઈ મહેશભાઈ અવારનવાર તેના ઘરે આવતા હતા. જેથી યુવક તેમને સારી રીતે ઓળખતો હતો. મહેશભાઈએ તેે યુવકને કહ્યુહ તુ કે મારા લગ્ન થયા નથી અને કોઈપણ સમાજની છોકરી હોય તો મારે લગ્ન કરવા છે. જેેથી મહેશભાઈ તથા રાજભા યુવકના ઘરે એક છોકરી લઈને આવ્યા હતા.
આ છોકરીએ તેનું નામ ગીતા બતાવ્યુ હતુ. ગીતાએ યુવકને જણાવ્યુ હતુ કે મારા અગાઉ છૂટાછેડા થઈ ગયા છે. અને તેના થકી એક છોકરી છે. ગીતાએ ેયુવકને કહ્યુ હતુ કે જાે તમે મારી સાથે લગન કરવા તૈયાર હોય તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છુ. આથી યુવકે અને તેની મમ્મીએ લગ્ન માટે હા પાડી દીધી હતી. તેમણે એકબીજાના મોબાઈલ નંબરની પણ આપ-લે કરી હતી. ગીતાએ મહેશભાઈને કહ્યુ હતુ કે તમે જ્યારે લગન કરવા તૈયાર થશો ત્યારે હું લગ્ન કરવા તૈયાર છુ.
પણ તમારે લગ્ન કરતી વખતે મને સોનાની બંગડી તથા સોનાનું મંગળસુત્ર સહિતના દાગીના આપવા પડશે. જેથી યુવક ગીતાના કહેવા અનુસાર તમામ દાગીના લઈ આવ્યો હતો. યુવકે ગીતા સાથે કોૃટ મેરેજ કરીને લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. લગ્નના એક મહિના બાદ ગીતાએ યુવકને કહ્યુ હતુ કે હું તને મારી સાથે સંબંધ નહીં બાંધવા દઉ. હું તો ફક્ત મોજશોખ કરવા આવી છું. આથી યુવક ગભરાઈ ગયો હતો. થોડા વિસ બાદ ગીતા યુવકના તમા દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. ગીતા ઘરે ન આવતા યુવકે ગીતાને ફોન કરતા તેણે કહ્યુ હતુ કે હું તારા ઘરે આવવાની નથી. તું મને ડીવોર્સ આપી દે તેમ કહીને ફોન બંધ કરી દીધો હતો.