૨૫૨ માં વર્ષમાં મંગળ પ્રવેશ : શ્રી રણછોડરાયનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજ નો પાટોત્સવ ૨૫૧ માં વર્ષ પૂર્ણ કરી ૨૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ સવારે ૬ઃ૪૫ ના અરસામાં મંગળા આરતી જબરજસ્ત ભાવિક ભક્તોને ભીડ જાેવા મળી લાલ વસ્ત્રમાં સાંજ સજી શંખચક્ર પદ્મ ગદા ચતુર્ભુજ સ્વરૂપમાં શણગાર આરતી માં તિલક કરી આરતીમા ધાણી ખજૂર ચણાનો પ્રસાદ ધરા નો વિશેષ મહિમા છે
કેસુડાના પાણીનો ભાવિક ભક્તો ઉપર છંટકાવ કરવામાં આવ્યો સપ્તરંગોથી અબીલ ગુલાલ ગુલાબી પીળો જામલી વાદળી કેસરી બધા જ રંગોથી હોળી ખેલ રમવામાં આવ્યો ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી ૨૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાની સાથે આજે મોટો મહાભોગના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો રાજા રણછોડના દ્વારે મંદિરમાં આવી પહોંચ્યા હતા મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ગગન બેદી નારા લાગ્યા હતા મંદિર પરિષદ ભક્તિમય બની હતું દરેકની મનોકામના પૂર્ણ થાય છે એટલે જ ભાવિક ભક્તો ધોરી ધજા ની માનતા રાખતા હોય છે માનતા પૂરી થતાં જ રાજા રણછોડ ના દ્વારે આવી ધજા પૂજા શિખર પૂજા કરી બ્રાહ્મણ દ્વારા રાજા રણછોડ ને શિખર પર ચઢાવવામાં આવે છે વર્ષોની પરંપરા પર પ્રમાણે આજે ડાકોર ગામમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે
મંદિર પ્રશાસન દ્વારા અને સેવક આગેવાન મિત્રો દ્વારા આજે સાંજે મંદિર પરિસર રોશની થી શણગારવામાં આવે છે આજે મંદિર પરિસર ઘીના દિવડાઓથી દીપમાળો જગમગ ઊઠે છે દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આજની ઘીના દેવાની રોશની કરવામાં આવે છે એ રોશની જાેવા માટે અને રાજા રણછોડના દર્શન કરવા માટે દૂર દૂરથી સાજના સમયે મંદિર પરિષદ ભરાઈ જાય છે આ રોશની નો દર્શન કરવા એ પણ એક ભાગ્યશાળી ભક્તોના નસીબમાં હોવું જાેઈએ ત્યારે તો ડાકોરના ઠાકોર ના દ્વારે ભક્તોનો માનવ મેહરામાં વાર તહેવારે ડાકોર ની ગલીઓ ભક્તિમય બની જાય છે સાંકડી બની જાય છે એટલો ભાવિક ભક્તોનો ઘસારો ડાકોર તરફ જાેવા મળે છે