વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી મેરી કોમે પરત ખેંચ્યું નામ
(એજન્સી) નવી દિલ્હી, ઓલિમ્પિક બ્રોન્ઝ વિજેતા બોક્સર એમસી મેરી કોમે યુવાનોને તક આપવા માટે આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમવાનો ર્નિણય કર્યો છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે તેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. Mary Kom to skip World Championships and Asian Games to make way for youngsters.
મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ ૬ થી ૨૧ મે દરમિયાન તુર્કીના ઈસ્તાંબુલમાં રમાશે. ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સ ૨૮ જુલાઈથી અને ૨૦૨૨ એશિયન ગેમ્સ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થશે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક સંદેશમાં મેરી કોમે કહ્યું,
યુવાન પેઢીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું નામ બનાવવાની અને ‘એક્સપોઝર’ અને અનુભવ પ્રાપ્ત કરવાની તક આપવા માટે હું આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. હું મારું ધ્યાન માત્ર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર કેન્દ્રિત કરવા ઈચ્છું છું. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તમામ ૧૨ કેટેગરીઓ માટે પસંદગીની ટ્રાયલ સોમવારથી શરૂ થશે અને બુધવારે સમાપ્ત થશે.
ટ્રાયલ્સમાં એશિયન ગેમ્સની વજન કેટેગરીનો પણ સમાવેશ થાય છે. પ્રમુખ અજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેરી કોમ છેલ્લા બે દાયકાથી ભારતીય બોક્સિંગના વડા છે અને તેણે વિશ્વભરના અસંખ્ય બોક્સર અને રમતવીરોને પ્રેરણા આપી છે.