Western Times News

Gujarati News

રશિયા સાથેના યુદ્ધ પહેલાં યુક્રેનને જંગી શસ્ત્રો મોકલ્યાં હતાંઃ એન્ટની બ્લિંકન

વોશિંગ્ટન, અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને સ્વીકાર્યું છે કે રશિયા સાથેના યુદ્ધના પાંચ મહિના પહેલા અમેરિકાએ ગુપ્ત રીતે યુક્રેનને ઘણા શસ્ત્રોનો સપ્લાય આપ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧થી અબજો ડોલર અને શસ્ત્રો મોકલીને યુક્રેનને તૈયાર રાખવાની અમેરિકાએ ખાતરી કરી હતી.

ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ ખુલાસો કર્યાે હતો. આ સંઘર્ષનો અંત લાવવાનો સમય આવી ગયો છે તેવા સવાલના જવાબમાં બ્લિંકને જણાવ્યું હતું કે યુદ્ધવિરામથી રશિયાને જરૂરી વિરામ મળશે તથા કોઈપણ યુદ્ધવિરામમાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે યુક્રેન વધુ આક્રમણને અટકાવી શકે છે.

રશિયાના આક્રમણથી યુક્રેને બચાવવાનો એક માર્ગ નાટોનું સભ્યપદ છે. બ્લિંકનની આ ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપતાં રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મારિયા ઝખારોવા જણાવ્યું હતું કે રશિયા ઘણા વર્ષાેથી આ વિશે વાત કરી રહ્યું છે.

યુક્રેનને શસ્ત્રોના સપ્લાય અંગે અમે અમેરિકા અને બ્રિટન સમક્ષ ચિંતાઓ વ્યક્ત કરી હતી. નાટોના સૈનિકોએ કાળા સમુદ્રમાં ઘણી યુદ્ધ કવાયતો કરી હતી અને તેનાથી રશિયાની સરહદોનું ઉલ્લંઘન થયું હતું. અમારા એરસ્પેસમાં નાગરિક એરલાઇનર્સ માટે પશ્ચિમી લશ્કરી વિમાનોની ખતરનાક નિકટતા અંગે પણ અમે ચિંતા વ્યક્ત કરી હતી.

સોમવાર સુધીના અમેરિકાના વિદેશ વિભાગના ડેટા મુજબ અમેરિકાએ આ યુદ્ધ ચાલુ થયા પછી યુક્રેનને ૬૧.૪ અબજ ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.