ચીનના કેમિકલ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ પાંચના મોત, ૧૯ ઘાયલ

બેઇજિંગ, ચીનના એક કેમિકલ પ્લાન્ટમાં મંગળવારે ભયંકર વિસ્ફોટની થયો છે. આ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ૧૯ લોકો ઘાયલ થયા છે અને અન્ય છ લોકો લાપતા થયા છે. વિસ્ફોટ પછી આગનો એક ગોળો બન્યો અને કેટલાયે ફૂટ હવામાં ધુમાડાના ગુબ્બારાના સ્વરુપમાં ફેલાઈ ગયો હતો. જોકે એવું મનાય છે કે ખુવારીનો આંક વધી શકે છે.
મીડિયામાં ઈમરજન્સી મેનેજમેન્ટ બ્યુરોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ શેડોંગ પ્રાંતમાં સ્થિત પેસ્ટીસાઇડ ક્લોરપાઇરીફોસના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને સરકારી માલિકીના શેડોંગ યુદાઓ કેમિકલ પ્લાન્ટમાં થયો છે.
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મો‹નગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ગાઓમી શહેરમાં ૨૦૧૯માં સ્થાપિત આ પ્લાન્ટ વાર્ષિક લગભગ ૧૧૦૦૦ ટન પેસ્ટાસાઇડનું ઉત્પાદન કરે છે અને એમાં ૩૦૦થી વધુ લોકો કામ કરે છે. વિસ્ફોટ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
ચીનના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અને તસવીરોમાં વિસ્ફોટ પછી ફેક્ટરીમાંથી એક વિશાળ ધુમાડોનો ગોળો નીકળતો જોઈ શકાય છે. આ વિસ્ફોટ પછી ઈમરજન્સી ટીમો કેમિકલ પ્લાન્ટમાં પહોંચી ગઈ છે.
ઈમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે રાહત-બચાવના પ્રયાસોમાં સહાત માટે તાત્કાલિક ટુકડીઓ અને વિશેષ કર્મીઓને મોકલ્યા હતા. જેમાં ફાયર બ્રિગેડ, મેડિકલ નિષ્ણાતો અને વર્કપ્લેસ સેફ્ટી નિષ્ણાતો સામેલ છે. ૨૩૨ ફાયર ફાઇટરોની એક આખી ટુકડી ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ એ વિસ્ફોટની તીવ્રતાથી ડગમગી ગયા હતા અને વિસ્ફોટને લીધે બારીના કાચોમાં તૂટીને ચારેય તરફ ફેલાઈ ગયા હતા.SS1MS