Western Times News

Gujarati News

GIDC નવસારી ખાતે મેટ્રેસ ફોમ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ

નવસારી, બીલીમોરા, ગણદેવી અને બારડોલીથી ફાયર ફાયટરો બોલાવાયા

નવસારી,  નવસારી શહેરને અડીને આવેલી જીઆઈડીસીમાં ફોમ બનાવતી એક ફેક્ટરીમાં વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી. જેમાં નવસારી શહેરના ફાયર ફાઈટરોએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પર્યાપ્ત ન રહેતા ગણદેવી, બીલીમોરા અને બારડોલીનાં ફાયર ફાઈટરને ઘટના સ્થળે બોલાવી આ કાબુ લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

મેટ્રેસ ફોમ બનાવતી કંપની ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં સાંજના સમયે ભીષણ આગ લાગતાં નાસભાગ મચી હતી. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગએ કાઢ્યું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આગનાં ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

આગ કાબુ બહાર જતા નવસારી શહેરનાં ફાયર ફાઈટર દ્વારા અન્ય વિસ્તારનાં ફાયર કર્મીઓને જાણ કરી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. નવસારી જી.આઈ.ડી.સી.માં અનેક કંપનીઓ આવી છે.

જેમાં થોડા સમય માટે ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે આ આગમાં ફોર્મ બળી જવાથી નુકસાની થઈ છે પરંતુ કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી એ આશ્વાસનરૂપ છે. આગ લાગેલ ગોડાઉનમાં ૨૫ જેટલા કર્મચારીઓ અંદર હતા. જેઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ભુરાભાઈથી લઈને તમામ અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બાજુમાં આવેલા પ્લાસ્ટીકનાં ગોડાઉનïમાં અંદાજે ૧૦-૧૨ કરોડનું નુકશાન થવા પામ્યું છે. જેમાં જીલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક એન.પી.ગોહિલ અનેક પી.આઈ.ઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચીફ ઓફિસર જે.યુ.વસાવા સહિત નગરપાલિકાનાં પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોîચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.