અમદાવાદમાં પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં તોતિંગ વધારો
(એજન્સી)અમદાવાદ, તહેવારોની સીઝનમાં ચોતરફ મોઘવારી માઝા મુકતી હોય છે. પરંતુ અમુક વખતે રેલવેના પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં પણ વધારો જાેવા મળતો હોય છે. સીઝન પ્રમાણે અને માંગને જાેતા પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટીકીટના ભાવમાં તોતીગ ર૦૦ ટકાનો વધારો ઝીકવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ સગા-સંબંધી મિત્ર વતુળને રેલવે સ્ટેશને મુકવા લેવા જતા લોકોએ પ્લેટફોર્મ ટીકીટ માટે ૧૦ રૂપિયા ચુકવવા પડતા હતા પરંતુ હવે તેમાં ર૦ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યા છે.
વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશને માટે પ્લેટફોર્મ ટીકીટના નવા દર ૩૦ રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટીકીટના ભાવ ૧૦૦-૧પ૦ ટકા વધતા હોય છે. પરંતુ આ વર્ષે માગ અનેબુકીગને જાેતા તંત્રએ દિવાળની સીઝન માટે ૩૦ રૂપિયા પ્લેટફોર્મ ટીકીટ કરી છે.
એક અહેવાલ અનુસાર ભારતીય રેલવેએ દેશની ૧૩૦ મલ-એકસપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું આપીને તમામ શ્રેણીઓના ભાડમાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના એસી-૧ અને એકિઝકયુટીવગ શ્રેણીમાં ૭પ રૂપિયા પ્રતી મુસાફર મુસાફર એસી-ર,૩ ચેરકારમાં ૪પ રૂપિયા અનેસ્લીપર શ્રેણીમાં ૩૦ રૂપિયા પ્રતી યાત્રી ભાડુ વધારી દેવાયું છે.