ગાડીઓ ચોરવાનો માસ્ટર પ્લાનઃ 3 ગાડીઓ લઈ તસ્કરો ફરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/cartheft.jpg)
પ્રતિકાત્મક
સરખેજના બે ગેરજમાંથી બે બીએમડબલ્યુ સહિત ત્રણ કાર લઈ તસ્કરો ફરાર
(એજન્સી)અમદાવાદ, શાંતિપુરા સર્કલ અને સાણંદ સર્કલ પાસેના બે ગેરેજમાં સર્વિસ માટે આવેલી ર બીએમડબલ્યુ કાર સહીત ૩ કાર અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે.
આ અંગે કારના માલીકોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સરખેજમાં રહેતા જૈનિકભાઈ દેસાઈ પાણીનો વ્યવસાય કરે છે. તેમની કાર સર્વીસ માટે તેમણે સાણંદ સર્કલ પાસે કુલઝોન નામના ગેરેજમાં મુકી હતી. આ ગેરેજના માલીક મોહનભાઈએ જૈનિકભાઈએ ફોન કર્યો હતો.
મોઈને કહયું કે, તમારી આઈર૦ અને એક બીએમડબલ્યુ કાર મારા ગેરેજમાંથી ચોરી થઈ છે. બંને કાર ગેરેજની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક હતી. જેથી જૈનિકભાઈ તાત્કાલીક ગેરેજ ખાતે પહોચ્યા હતા. જયાં તેઓએ ગેરેજના માલિક મોઈન સાથે સમગ્ર ઘટના પુછપરછ કરી હતી. બાદમાં જૈવિક દેસાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોધાવી છે.
બીજી તરફ, સરખેજમાં રહેતા જીન નૈનેષભાઈ વર્મા પ્રાઈવેટ કંપનીમાં ચીફ માર્કેટીગ ઓફીસર તરીકે નોકરી કરે છે. તેમણે ઓએલએકસ મારફતે હરીયાણાના અવાટેન્જ કલેકશન પ્રાઈવેટ લીમીટેડ કંપની પાસે એક બીએમડબલ્યુ કાર ખરીદી હતી. આ કારની સર્વીસ માટે તેમણે શાંતીપુરા સર્કલ પાસે આવેલ ધ ગેરેજ ટેક નામના ગેરેજમાં બે દિવસ પહેલા મુકી હતી.
આ દરમ્યાન અજાણ્યો તસ્કર ગેરેજ ખાતેથી બીએમડબલ્યુ કાર ચોરી કરીને ફરાર થઈ ગયો છે. આ અંગે જીતભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં બીએમડબલ્યુ કારની ચોરીની ફરીયાદ નોધાવી છે. ઉર્લ્લેખનીય છેકે તસ્કરોએ શાંતીપુરા અના સાણંદ સર્કલની આસપાસના અનેક ગેરેજ ટાર્ગેટ કર્યો છે.