૮૦૦૦ કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
![GST officer nabbedin bribe case by ACB gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/GST.jpg)
સુરત, પુણેમાં જીએસટી વિભાગની તપાસમાં ૨૪૬ શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું ૮૦૦૦ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બંનાવટી કંપનીની તપાસનો રેલો મુંબઈ, રાજકોટ અને ભાવનગર પણ પહોંચ્યો છે. તેના માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે.
હવે આ કૌભાંડમાં ય્જી્ ઈન્ટેલિજન્સની ટીમે ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે.સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાએ ૨૪૬ બનાવટી કંપનીઓ ખોલી અન્ય આરોપીઓ સાથે મળી અધધધ ૮ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
આ બાબતે ડીજીજીઆઈ પૂણે ઝોનલ યુનિટના અધિકારી રુષિ પ્રકાશે પૂણેના કોરેગાવ પાર્ક પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી અશરફભાઇ કાલાવડિયા સહિત પોલીસે નીતિન બારગે, ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, અમિત તેજબહાદુર સિંહા, રાહુલ બારૈયા, કૌશિક મકવાણા, જીતેન્દ્ર ગોહેલ અને અન્યો સામે આઇપીસીની કલમ ૪૨૦, ૪૬૫,૪૬૭, ૪૭૧,૧૨૦ (બી) ૩૪ અને આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ બાબતે નોંધાયેલ એફઆઇઆર અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩માં ડીજીજીઆઈની ટીમને પૂણે-સોલાપુર હાઈવે પર ગિરણી- શેવાળવાડી સ્થિત પઠાણ એન્ટરપ્રાઈઝીસ નામની કંપનીના અમૂક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ બાબતની તપાસમાં ડીજીજીઆઈના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની કોઈ કંપની ઉપર જણાવેલ સ્થળ પર અથવા અન્ય કોઇ સ્થળે અસ્તિત્વમાં જ નથી.
આ બાબતે વધુ તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે આ પ્રકારની એક કંપની ગુજરાતના ભાવનગરમાં પઠાણ શબ્બીરખાન અનવર ખાનના નામે નોંધાયેલી છે જ્યારે ડીજીજીઆઈની ટીમે આ બાબતે વધુ તપાસ કરી ત્યારે ખાન પણ ઓટોરિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું હતું. ખાનની આ બાબતે વધુ પૂછપરછ કરતાં તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેણે તેના નામે આવી કોઈ કંપની રજિસ્ટર ન હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.
આ વાતથી ચોંકી ઉઠેલા ડીજીજીઆઈના અધિકારીઓએ પઠાણ એન્ટરપ્રાઈઝીસ સહિત આ તમામ બનાવટી કંપનીઓ રજિસ્ટર કરવા વપરાયેલ એક વિશિષ્ટ મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તપાસ કર્તા ટીમના સ્કેનર રાજકોટમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખાતુ ધરાવતી જીત કુકડિયા નામની વ્યક્તિ આવી ગઈ હતી.
જો કે અહીં વધુ તપાસ કરતા કુકડિયા ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પણ કુકડિયાએ આરોપી કૌશિક મકવાણા અને જીતેન્દ્ર ગોહેલ માટે ખાતુ ખોલી આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.SS1MS