Western Times News

Gujarati News

દેવગઢ બારિયામાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ) દેવગઢબારીઆ, આજરોજ દેવગઢ બારિયા નગરમાં આવેલ પી.ટી.સી કોલેજ ખાતે તાલુકા કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ કુલ ૧૦૦ કૃતિઓ ૨૦૦ બાળ વૈજ્ઞાનિકો તથા ૧૦૦ માર્ગદર્શક શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન માન.મંત્રીશ્રી બચુભાઈ ખાબડ કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મયુર પારેખ, જિલ્લા સદસ્ય તાલુકા સદસ્ય ડાયટના અધિકારીઓ હાજર રહ્યા હતા. કુલ પાંચ વિભાગમાં આ પ્રદર્શનમાં યોજવામાં આવ્યું હતું.

માન. મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી બાળકોને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બની નવીન ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ તથા પી.એમ યોજનાના થકી શાળાઓને થનાર લાભ વિશે જણાવ્યું હતું. શ્રી બચુભાઈ ખાબડ દ્વારા તમામ વિભાગની મુલાકાત લઇ બાળ વિજ્ઞાનીકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા જિલ્લા તથા રાજ્યકક્ષાએ પણ વિજેતા થવા શુભેચ્છાઓ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.આર.સી ધર્મેશ પટેલ તથા સીઆરસીટી દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.