બાયડની પાલડી પ્રાથમિક શાળામાં “માતૃ – પિતૃ પૂજન દિવસ” ની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં તારીખ – ૧૪/૨/૨૦૨૩ ના રોજ માતૃ- પિતૃ પૂજન દિવસ ની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવી.
– ૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે દિવસને વિદેશી સંસ્કૃતિ હર હંમેશ ઉજવતી આવતી હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિને ભૂલી ન જાય તે માટે બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળાએ અનોખી રીતે ૧૪ ફેબ્રુઆરીની ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય ધર્મેશ સોનીના જણાવ્યા મુજબ પાલડી શાળામાં વેલેન્ટાઈન ડે દિવસને ત્યજી દેવામાં આવે છે. આ દિવસે શાળામાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરાઈ હતી.
શાળાના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું આ દિવસે માતૃ પિતૃ પૂજન બાદ ગુરુ પૂજન કર્યું હતું. દર ૧૪ ફેબ્રુઆરીએ માતૃ પિતૃ દિવસ તરીકે શાળામાં ઉજવાશે તેઓ સંકલ્પ પણ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળા ના મુખ્ય શિક્ષક ધર્મેશ સોની અને શાળા પરિવારે કર્યું હતું. પાલડી પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ ની સાથે શિસ્ત અને સંસ્કાર નું સિંચન કરવામાં આવે છે.