Western Times News

Gujarati News

સુરત, વડોદરા, પંચમહાલના અનેક વિસ્તારોમાં માવઠું

વડોદરા, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠું થવાની આગાહી કરી હતી. આ આગાહી વચ્ચે મંગળવાર રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયુ હતુ જાેકે, છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મંગળવારે સવારે પણ ઉમરગામ વાપી સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકાનાં કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવા છાંટા શરુ પડ્યા હતા.

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી હતી જેના પગલે ઓલપાડ તાલુકામાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. ઓલપાડનાં સોંદામીઠાં ટકારમાં ભટગામ સહિતનાં વિસ્તારમાં મોડી રાત્રે હળવા છાંટા શરુ થયા હતા. નવસારી જિલ્લામાં માવઠું થયુ હતુ. બિલીમોરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

બિલીમોરાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ભરશિયાળે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા શહેરમાં પણ વરસાદનું આગમન થયુ હતુ. આજે વહેલી સવારે વરસાદી માવઠાને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ. વરસાદી માવઠાને પગલે શહેરીજનો વિમાસણમાં મુકાયા હતા કે, ગરમ વસ્ત્રો પહેરવા કે પહેરવો રેઇનકોટ? વહેલી સવારે નોકરીયાત વર્ગ અને સ્કુલ કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદી માવઠાને પગલે ઉભા પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. વડોદરાના શિનોર પંથકમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો હતો. શિનોરના તરવા, કુકશ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો હતો. કમોસમી વરસાદ વરસતાની સાથે જ વીજળી પણ ગુલ થઇ ગઇ હતી.

વીજળી ગુલ થતાં તરવા,કુકશ સહિતના ગામોમાં અંધારપટ છવાયો હતો. યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદ વરસ્યો હતો. ત્યાં વરસાદની વચ્ચે સવારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ધુમમ્સ અને વાદળ જાણે માતાજીના મંદિર પરિસરમાં ભક્તોનું સ્વાગત કરતાં હોય એવો અદ્ભૂત નજારો જાેવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

મોડી રાત્રે મૂળાની કાપડી,ગજાપુરા,કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડા ના વાવ લવારીયા ,કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.