યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાંથી મયંક અરોરાની એક્ઝિટ
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાંથી થોડા દિવસ પહેલા જ પારસ પ્રિયદર્શનની એક્ઝિટ થઈ હતી. તેણે શો છોડતા તેના પાત્ર નીલ બિરલાનું મોત થયું હોવાનું દેખાડવામાં આવ્યું હતું. તેના ગયા બાદ અક્ષરા અને અભિમન્યુના રસ્તા અલગ થઈ ગયા છે.
આ દરમિયાન વધુ એક એક્ટરની શોમાંથી એક્ઝિટ થઈ છે અને તે બીજું કોઈ નહીં પરંતુ ‘કાયરવ ગોયંકા’ના રોલમાં જાેવા મળેલો મયંક અરોરા છે. તેને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો હતો પરંતુ તેણે સીરિયલને બાય-બાય કહી દીધું છે. આ અંગેની જાહેરાત તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્ટેટમેન્ટ શેર કરીને આપી હતી.
મયંક અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું. જેમાં તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જર્ની ખતમ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો તેમજ પ્રોડક્શન હાઉસનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું ‘સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સાથેની મારી જર્ની અહીંયા જ ખતમ થાય છે. તે ખૂબ જ સુંદર અને જાદુઈ જર્ની હતી. આટલો પ્રેમ આપવા માટે ટીમ અને દર્શકોનો આભાર. લવ યુ ઓલ’.
એક્ટરે કયા કારણોથી આ ર્નિણય લીધો તેનો ખુલાસો હજી સુધી થયો નથી પરંતુ તેના ફેન્સને જરૂરથી આંચકો લાગ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, YRKKHના મેકર્સ આગામી સમયમાં પાંચ વર્ષનો લીપ દેખાડવાનો પ્લાન બનાવી રહ્યો છે. આ સાથે નવા એક્ટરની એન્ટ્રી થશે અને તે અક્ષરાના દીકરાનું પાત્ર ભજવશે.
લીપ બાદ અક્ષરાને એક દીકરાની મમ્મી તરીકે દેખાડવામાં આવશે અને તેના દીકરા તરીકે ચાઈલ્ડ આર્ટિસ્ટ શ્રેયાંશ કૌરવ દેખાશે. તેને પિતાનો પ્રેમ અભિનવ આપશે. જાે કે, બંને લગ્ન નહીં કરે. અભિનવ સાથે અક્ષરાની મુલાકાત માર્ગમાં થઈ હતી અને તેણે જ તેને પોલીસથી બચાવી હતી. ઉલ્લેખનીય છે કે, જાણીતા ટીવી એક્ટર જય સોનીની હાલમાં જ શોમાં એન્ટ્રી થઈ છે અને તે અભિનવના પાત્રમાં છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ તેના ટિ્વસ્ટ અને ટર્ન્સના કારણે લોકોને ટીવી સામે વળગી રહેવા માટે મજબૂર કરી રહી છે. સીરિયલ ઓન-એર થઈ તેને ૧૪ વર્ષ થયા છે અને આ દરમિયાન કાસ્ટમાં ઘણો ફેરફાર જાેવા મળ્યો છે.
શરૂઆત અક્ષરા (હિના ખાન) અને નૈતિકથી (કરણ મહેરા) થઈ હતી. બંનેની એક્ઝિટ બાદ કહાણી નાયરા (શિવાંગી જાેશી) અને કાર્તિકની (મોહસિન ખાન) આસપાસ ફરતી જાેવા મળી. તેમના નિધન દેખાડાયા બાદ હવે પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા લીડ રોલમાં છે.SS1MS